SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) શુદ્ધાત્મા એનું અજવાળું વ્યક્ત થવું જોઈએ. વ્યક્ત થયું એ અજવાળું, એ દીવાદાંડીનું કામ કરી શકે. ઑબ્ઝર્વેટરીનું કામ કરી શકે. પ્રશ્નકર્તા : એટલે વિશુદ્ધ છે એ ? દાદાશ્રી : વિશુદ્ધ જ છે, બધા જીવમાત્ર વિશુદ્ધ છે, પણ વિશુદ્ધતાનું ભાન નથી. લોકોને એ ભાન થાય તો દીવાદાંડી થાય. બીજાને અજવાળું આપી શકે. એટલે આ જ્ઞાની ભાનમાં લાવે આપણને. (અન્યથા) બેભાનપણે વર્તે છે. લોકોએ જે કહ્યું એ જ્ઞાન પોતે નક્કી કરીને પોતે સ્વીકારી લીધેલું છે. એટલે લોકોની સંજ્ઞાથી ચાલ્યા છે લોક, જ્ઞાનીની સંજ્ઞાથી ચાલ્યો નથી. જો ચાલ્યો હોત તો છુટકારો થઈ જાત. અનંત શક્તિ-સ્વ ઐશ્વર્યથી વિશેષ પ્રકારે ૩૪ શુદ્ધ પ્રશ્નકર્તા : વિશુદ્ધાત્મા એટલે વિશુદ્ધ એ વિશેષણ થયું ? ‘હું શુદ્ધાત્મા છું’ ને ‘હું વિશુદ્ધાત્મા છું' એ જુદું કેમ પાડ્યું ? દાદાશ્રી : એનો અર્થેય જુદો છે જ. શુદ્ધ છું, વિશેષ પ્રકારે શુદ્ધ છું, વિશુદ્ધાત્મા. પ્રશ્નકર્તા : ‘વિ’ એટલે વિશેષ પ્રકાર ? દાદાશ્રી : હા, વિશેષ પ્રકાર. પ્રશ્નકર્તા : એટલે એ વિશેષ પ્રકારે એટલે કેવા પ્રકારે ? દાદાશ્રી : વિશેષ પ્રકાર એટલે મારા પરમાત્મામાં જે અનંત શક્તિ છે એ બધાથી હું શુદ્ધ જ છું. મારા જે વિશેષ પ્રકારો છે એ બધાથી હું શુદ્ધ છું. મારું ઐશ્વર્ય છે એ બધાથી હું શુદ્ધ છું. મહાન ઐશ્વર્ય છે, તુલના ના કરી શકાય. એ ઝળકે તો કામ કાઢી નાખેને ! આ થોડુંક ઝળકે છે તો જોને, અંદરથી એ પાછું સમાધિ સુખ ચાલુ થઈ ગયુંને ? અક્રમ જ્ઞાત થકી વિશુદ્ધ સમતિ, માટે ત રહે કરવાપણું આ આપણું જો કે અક્રમ જ્ઞાન છે. આગળના જ્ઞાનીઓએ, ચોવીસ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy