SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] વિશુદ્ધ આત્મા તિરંતર શુદ્ધ, જુદા જુદા સંજોગે દેખાયો અશુદ્ધ પ્રશ્નકર્તા : આત્માના અશુદ્ધ, શુદ્ધ, વિશુદ્ધ એવા પ્રકારો છે કે આત્મા એક જ જાતનો છે ? દાદાશ્રી : આત્મા તો એનો એ જ છે. આત્મામાં કંઈ ચેન્જ નથી. ફક્ત જેવા સંજોગો હોય તે પ્રમાણે એને કહેવાય છે. આપણા ઘેરે આ સોનાની થાળી હોય, પણ જમીને ઊઠ્યા હોય ત્યારે એ અજવાળવાની કહે. ‘એંઠી છે’ એવું કહે અને જમીને ના ઊઠ્યા હોય તે પહેલા, ખાવાનું ના મૂક્યું હોય તે પહેલા સોનાની થાળી પ્યૉર છે, શુદ્ધ છે કહે. એટલે એવી રીતે આ શુદ્ધ ને અશુદ્ધ કહે છે. એનો એ જ આત્મા, જુદા સંજોગો લાગવાથી આ અશુદ્ધિ દેખાય છે અને અશુદ્ધિ ખરી જાય તો શુદ્ધ જ છે. પોતે શુદ્ધ જ છે. પ્રશ્નકર્તા : એટલે આત્મા મેલો થાય ખરો ? દાદાશ્રી : એ મેલો થતો નથી. એને કશું થતું નથી. આ ભ્રામક માન્યતા મેલી થાય છે. જીવમાત્ર વિશુદ્ધ, ભ્રાંતિથી મનાય અશુદ્ધ જીવમાત્ર શુદ્ધાત્મા છે, અવ્યક્ત ભાવે બધાય શુદ્ધાત્મા જ છે. પણ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy