SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૨] વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાનઘન છે નહીં અંદર. આખું લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનો ગુણાકાર, બધું વિજ્ઞાન જ છે આ. ૨૭ પ્રશ્નકર્તા ઃ એ અર્થમાં વિજ્ઞાનઘન કહ્યો ? દાદાશ્રી : હં, એક્સૉલ્યૂટ જ્ઞાનમાત્ર, વિજ્ઞાન માત્ર. પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન ? દાદાશ્રી : હા, બસ. વિજ્ઞાત એ સ્વયં ક્રિયાકારી, સ્વાભાવિક ક્રિયાઓ કરાવે વિજ્ઞાન એ જ એક્સૉલ્યૂટ આત્મા. આત્મા નામનો બીજો કોઈ ભૌતિક પદાર્થ નથી. આ જ પદાર્થ, વિજ્ઞાન, જે જ્ઞાને કરીને જગતને જાણી શકાય, જોઈ શકાય, અનુભવી શકાય અને એ અનુભવનું ફળ આનંદ જ. ‘વિજ્ઞાન’હંમેશાં ખોટી ક્રિયાઓ છોડાવે ને સાચીય છોડાવે. ‘વિજ્ઞાન’ તો સ્વાભાવિક ક્રિયાઓ કરાવે. ‘વિજ્ઞાન’ આવ્યું એટલે ભગવાન જ થઈ ગયો. પ્રશ્નકર્તા : વિજ્ઞાનને સ્વયં ક્રિયાકારી કહેવાય ? દાદાશ્રી હા, સ્વયં ક્રિયાકારી. વિજ્ઞાન બે પ્રકારના; એક આ ભૌતિક વિજ્ઞાન, એ પોતે નાશ થવાનું અને આ વિજ્ઞાન કાયમી પરમેનન્ટ વિજ્ઞાન. અને આ વિજ્ઞાન એ જ આત્મા ને તે જ પરમાત્મા. પ્રશ્નકર્તા : દાદા, વિજ્ઞાન શબ્દ અત્યારે અમને સમજાય નહીં એવું લાગે છે. દાદાશ્રી : ના, એ સમજાઈ જ ગયું છે ને ! પ્રશ્નકર્તા ઃ આમ બરાબર છે પણ અનુભવમાં... દાદાશ્રી : અનુભવમાં આવ્યું છે જ ને તમને ચેતવે જ છે ને ! વિજ્ઞાન એનું નામ કહેવાય કે જે જાણ્યું તે આપણે કશું કરવું ના
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy