SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) અનુભવ થાય. પછી એ આખી જિંદગી ના ભૂલે. તે આ વિનાશીનો અનુભવ આખી જિંદગી ભૂલાતો નથી, તો પેલો તો કેવળજ્ઞાનનો અનુભવ. પ્રશ્નકર્તા: એ આત્માના એક-એક પર્યાયનો અનુભવ કહેવાય ? દાદાશ્રી : હા, એક-એક પ્રદેશનો, દરેકે દરેક પ્રદેશનો. અનંત પ્રદેશી આત્મા. દરેક પ્રદેશનો અનુભવ, એટલે વિજ્ઞાનઘન. તમે એમાં પેઠા એટલે તમને એ જ થવાનું, બીજું કશું થવાનું નહીં. એમ અનુભવ થતું થતું થતું જ્યારે આ બધો માલ નીકળી જશે ત્યારે. પ્રશ્નકર્તા: એટલે પેલો એક-એક પ્રદેશનો અનુભવ થતો જશે ? દાદાશ્રી : હા, થતો જશે. વિજ્ઞાનuત, એબ્સોલ્યુટ ફાતમાત્ર પ્રશ્નકર્તા : પોતાનું વિજ્ઞાનઘન સ્વરૂપ જે કહીએ છીએ, તો ઘન શબ્દ દ્વારા એક્ઝક્ટ શું કહેવા માગો છો ? દાદાશ્રી : હા, એ તો આપણે પેલા એની પાછળ નહીં લગાડતા, ચક્કરની પાછળ ? પ્રશ્નકર્તા ઃ ઘનચક્કર ! દાદાશ્રી : હં, એવું આ ક્યુબ કહેવાય, વિજ્ઞાન ક્યૂબ ! પેલું ચક્કર ક્યુબ કહ્યું. પ્રશ્નકર્તા ઃ આમ જરા વધારે પડતું, સોલિડ વિજ્ઞાન કહેવાય. દાદાશ્રી : સોલિડ વિજ્ઞાન. પ્રશ્નકર્તા: ચક્કર તો હતો જ પણ ઘનચક્કર કહ્યો, એટલે વધારે ચક્કર, એ રીતે વિજ્ઞાન કહ્યું, વિજ્ઞાન તો છે જ, પણ વિજ્ઞાનઘન કહ્યું. દાદાશ્રી : ઘનચક્કર એટલે અંગ્રેજીમાં ક્યુબ ચક્કર. સ્થૂબ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, એવું આ વિજ્ઞાનઘન. એટલે આમાં બીજું કંઈ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy