SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માઓને પ૨પરિણિત ઊભી થાય તેને ખસેડવી પડે, જ્યારે દાદાશ્રીની દશામાં પરપરિણતિ ઉત્પન્નેય ના થાય અને એમને એ હોય જ નહીં. મૂર્તિ, ગુરુ, શાસ્ત્ર, ત્યાગનું અવલંબન છે ત્યાં સુધી પરપરિણતિ અને શુદ્ધાત્માનું અવલંબન એ પોતાનું સ્વરૂપ જ છે એટલે સ્વપરિણતિ છે. દાદા ભગવાન એ દેહધારી એ.એમ.પટેલની મહીં પ્રગટ થયા તે છે, એ પોતાનું સ્વરૂપ જ છે. માટે દાદા ભગવાનનું અવલંબન એ સ્વપરિણતિ છે. [૮.૪] સ્વપરિણામ-પરપરિણામ જીવ માત્રને સ્વપરિણામ અને પ૨પરિણામ બે ધારા જુદી હોય જ પણ અજ્ઞાનદશાને લઈને એક જ માને છે. દીવો સળગતો હોય પણ આંધળાને માટે શું કામ લાગે ? ક્રિયા મેં કરી ને ક્રિયાનું જ્ઞાન પણ હું જાણું છું, એવું અજ્ઞાની બે પરિણામ ભેગા કરી નાખે. તેથી બેભરમો સ્વાદ આવે. જ્યારે જ્ઞાની પુરુષ બે પરિણામમાં ના હોય, એક પરિણામમાં જ હોય. તેઓ જ્ઞાનક્રિયાના કર્તા હોય, અજ્ઞાનક્રિયાના કર્તા ના હોય. જે પરિણામ ચંચળ અને વિનાશી તે પરપરિણામ છે અને જે અચળ ને અવિનાશી છે તે સ્વપરિણામ છે. પરને પોતાના માન્યા તેના દુ:ખો ભોગવ્યા. તાવ આવ્યો તો ગમે નહીં, પણ ભોગવ્યે જ છૂટકો, કારણ કે તે પરપરિણામ છે. સારું ભોજન ગમે, સૂવાનું ગમે, જોવાનું ગમે તે બધા પરપરિણામ છે. પરપરિણામને ‘મેં કર્યું’ માન્યું, તેનાથી જગત ઊભું થયું છે. કર્મ એ પુદ્ગલ સ્વભાવના, એ પરપરિણામ છે અને આપણે પોતે શુદ્ધાત્મા એ સ્વપરિણામ છીએ. પ૨પરિણામ શેય સ્વરૂપે છે, પોતે જ્ઞાતા સ્વરૂપે છે. એક ક્રિયાની ધારા છે અને એક જ્ઞાતા-દ્રષ્ટાની ધારા છે, જે બન્ને ધારા જ્ઞાનીમાં છૂટી વર્તે. 46
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy