SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) સિદ્ધ સ્તુતિ પદ્ધતિસર સમજી લેવામાં આવેને તો વિજ્ઞાન એટલે ફળ જ આપ્યા કરે. વિજ્ઞાન એટલે ફળ આપે જ. કૅશ બેંક જ છે, પણ સમજી લેવાની જરૂર છે. જે આત્મા(નું લક્ષ) આપણને કરોડો ઉપાયે પ્રાપ્ત ના થાય તે આપણને હાજર થયું અને તેય કલાકમાં હાજર થયું તે આ વિજ્ઞાન કેવું ? એક કલાકમાં હાજર થઈ ગયું અને અત્યારે રાત્રે જાગો ત્યારે ‘હું શુદ્ધાત્મા છું' એ સામું આવે ઊલટું. સામું નથી આવતું ? પ્રશ્નકર્તા : આવે છે. ૩૫૩ દાદાશ્રી : નહીં તો ‘શુદ્ધાત્મા’ યાદ કરીએ તોય જડે નહીં પણ સામું આવે છે તો આ વિજ્ઞાને જ્યારે આટલો બધો સાક્ષાત્કાર કર્યો તો પછી બીજું બધું કેમ ન થાય ? પણ સમજી લેવાની જરૂર છે. જે આત્માના ગુણો છે ને, તે આખો દહાડો નવરાશ હોય ત્યારે નિરંતર બોલ બોલ જ કરવા જોઈએ ખરી રીતે. નવરાશ ના હોય પણ આવી અડચણ આવે ત્યારે બોલવા. પછી આગળ... અશક્તિ વખતે બોલવું, ‘હું અનંત શક્તિવાળો છું' પ્રશ્નકર્તા : મનનું, દેહનું બળ એમ લાગે ઘટી ગયું છે, એમ લાગે શરીર શક્તિ ક્ષીણ થવા માંડી છે એ વખતે ‘હું અનંત શક્તિવાળો છું, અનંત શક્તિવાળો છું, હું અનંત શક્તિવાળો છું' એવું જોરજોરથી બોલીએ એટલે તે વખતે પાછી શરીરમાં તરત શક્તિ આવી જાય. દાદાશ્રી : દેહબળ ઘટી ગયું હોય, શક્તિ ખૂટે ને મન-દેહ નિર્બળ થાય ત્યારે ‘અનંત શક્તિવાળો છું.' માંદો હોય તોય બોલે. તે હવે આ મહાત્મા આવે છે ને, એમના પિતાશ્રી બ્યાસી વરસના, પછી આમ દાદરો ચડવાનો હોય તો એને જાતે ચડાય જ નહીં. ઝાલીને ચડાવે બે જણ, ને અહીં દાદરો ચડવાનો થયો. પછી મેં કહ્યું કે ભઈ, ઉપરથી બે જણા આવે છે. તમે ઉતાવળ ના કરશો, બેસી રહેજો. પણ એ તો આ અનંત શક્તિવાળો બોલ્યા. ‘હું અનંત શક્તિવાળો છું, અનંત શક્તિવાળો છું' જોરથી બોલ્યાને, તે ત્રણ આખા દાદરા (ત્રીજે માળ) થોડીવારમાં તો ચડી ગયા. છે ને, શક્તિ પાર વગરની છે ! પણ પાછા બોલે એવું, હવે
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy