SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) પ્રશ્નકર્તા અને અત્યારે જેમ આપ જ્ઞાન આપો છો જે લોકોને, એ લોકોને આત્માનું જ્ઞાન થાય કે આત્માનો અનુભવ પણ થાય કે બન્ને થાય? દાદાશ્રી : થાય ને, થાય જ છે. પ્રશ્નકર્તા : એને અનુભવ પણ થાય અને આ જ્ઞાન પણ થાય ? દાદાશ્રી : થાય જ છે ને, બધાને થાય છે. અનુભવ જો ના હોય તો પછી આત્મા જ નહીં ને ! પ્રશ્નકર્તા અનુભવની અંદર છે તે જાગૃતિ રહે, જાગૃતિ આવે છે? દાદાશ્રી : જાગૃતિ એ જ. પ્રશ્નકર્તા એ જ અનુભવને ? દાદાશ્રી : નહીં, જાગૃતિ એ જ વસ્તુ છે કે જેનાથી અનુભવ બીજા બધા આપણને થાય છે. એક બાજુ લખીએ કે પહેલા ચંદુભાઈ હતા તે શું હતા અને અત્યારે ચંદુભાઈ શું છે ? એ શું કારણથી ? ત્યારે કહે છે કે આ જ્ઞાનના પ્રતાપે, જાગૃતિના પ્રતાપે આ આત્મા તરફની દિશા જાગી ગઈ છે, રાઈટ દિશામાં અને આ રોંગ દિશામાં હતા, તે આખોય ચેન્જ મારે, હંડ્રેડ પરસેન્ટ ચેન્જ લાગે. પ્રશ્નકર્તા: હા, એટલે ચેન્જ થાય બરાબર. પણ ચેન્જ થાય ક્યારે ? જાગૃતિ આવ્યા પછી ચેન્જ થાયને ? દાદાશ્રી : જાગૃતિ આવી જ જાય, આ જ્ઞાન આપીએ પછી એને. જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો પ્રશ્નકર્તા: જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે એમાં આખા જીવનમાં પલટો થતો જાય. દાદાશ્રી : હા, પલટો થતો જાય. પ્રશ્નકર્તા : એ જ આત્માનો અનુભવ.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy