SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) અશ્રુત ૨૮૭ દાદાશ્રી : બરોબર છે. એ એની ભાષામાં સમજે એ બરોબર છે. સંબંધો-સંયોગો ટ્યુત, આત્મા એકલો જ અય્યત આ પરિવર્તનશીલ બધું ચુત કહેવાય. આત્મા અય્યત છે, બીજું બધું ચુત સ્વભાવનું છે. આ રિલેટિવ બધું ટ્યુત સ્વભાવનું છે. આપણે ના કહીશું તોય હડહડાટ (સડસડાટ) જતું રહેશે. ઝાલી રાખીએ તોય કશું નહીં. કરાર કરીએ તોય જતું રહે. જતું રહે કે ના જતું રહે ? પ્રશ્નકર્તા ઃ જતું રહે. દાદાશ્રી : મન-વચન-કાયા એ શ્રુત સ્વભાવના છે, પોતાની જગ્યા છોડી દે એવા છે. પ્રકૃતિનો સ્વભાવ જ આવો છે. એનો શ્રુત થવો એ સ્વભાવ છે ને આપણો અશ્રુત સ્વભાવ છે. આ સંસારના સંબંધોયે શ્રુત સ્વભાવના છે. આ બધા સંબંધો જેટલા છે એ શ્રુત થનાર છે. મા-બાપ, વાઈફ બધું ચુત થનાર છે. તે આ બધી વસ્તુઓ ચુત. સંબંધો માત્ર વ્યુત. સંબંધ થાય અને છૂટા પડી જાય. સંયોગો બધા વિયોગી સ્વભાવના, એ શ્રુત કહેવાય. અને આત્મા શું કહે છે ? હું અય્યત છું. તું મને ભેગો થયો પછી હું તારાથી ખસું નહીં. ક્યારેય પણ નહીં, કોઈ પણ સંજોગોમાં. આ સંસારના સંબંધો ખસી જાય એવા છે. બાપને છોકરા જોડે ઝગડો થાય તો કોર્ટમાં બેઉ જણ જાય પણ “પોતે” અય્યત ખસે નહીં. આ સંજોગોને ખસતા વાર નહીં લાગે અને આત્મા ખસશે નહીં એટલે આત્મા ઉપર બેસી જજે. આ એકલો જ સંબંધ આત્માનો એ અય્યત છે, એ પોતાનો જ છે સંબંધ. તેથી કૃષ્ણ ભગવાન કહે છે, “હું અય્યત છું.” ડાયવોર્સ (છૂટા) થાય એ બધુંય ટ્યુત આ સંસારના સર્વ સંબંધો ડાયવોર્સ થનાર છે, હું અય્યત છું. શ્રુત એટલે ડાયવોર્સ કરે છે. જે સંબંધ જતા રહે આવીને, સંબંધ થઈને જતો રહે. જે ડાયવોર્સ લે, એને અશ્રુત કેમ કહેવાય ? કોઈએ લગ્ન કર્યું હોય અને
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy