SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦.૧) સ્વક્ષેત્ર-પરક્ષેત્ર ૨૭૫ બાકી હવે કોઈ પણ મૂંઝામણ થાય તો જાણવું કે આપણે સ્વક્ષેત્રની બહાર પરક્ષેત્રમાં હાથ ઘાલ્યો છે. એટલે તરત જ કહી દેવું કે આ “મારું સ્વરૂપ હોય, તેની સાથે જ છૂટ્યું. પ્રશ્નકર્તા: આ મારું નથી, એની સાથે છૂટ્યું. દાદાશ્રી : હા, મારું હોય. મારા સ્વરૂપમાં આ છે નહીં અને છે એ મારું સ્વરૂપ હોય છે. ઘડભાંજ મારા સ્વરૂપમાં છે જ નહીં. નિરંતર પરમાનંદી છે. જ્યાં સંસારનો સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખનો અભાવ વર્તે છે, એટલે આપણે પુરુષ થયા પછીનો આવો પુરુષાર્થ હોવો જોઈએ. ત કરવી ડખલ કશી, ખાલી જોવા મત-બુદ્ધિ-ચિત્તને તમે જ્ઞાતા-દ્રષ્ટા એટલે ચંદુભાઈનું કેમ ચાલે છે એ તમારે જોયા કરવાનું. અને ચંદુભાઈનું મન શું કરે છે તે જોયા કરવાનું. કારણ કે મન તમારા તાબે રહ્યું નહીં, બુદ્ધિ તમારા તાબે રહી નહીં, ચિત્ત તમારા તાબે રહ્યું નહીં. બધું જ આ બાજુ આવી ગયું ને તમે જુદા રહ્યા. એટલે તમારે તમારા ક્ષેત્રમાં જ રહેવું. હવે ક્ષેત્રની બહાર નીકળાય નહીં. પરક્ષેત્રે હતા તે સ્વક્ષેત્રે આવ્યા. એટલે પરક્ષેત્રમાં ડખલ નહીં થવી જોઈએ. એટલે ચંદુભાઈના મન-બુદ્ધિને-ચિત્તને એ બધા શું કરે છે એ જોયા કરવાનું. ખરાબ કરતું હોય, ખોટું કરે એ જોવાનું નોંધ લેવાની) નહીં આપણે, પણ એ શું કરી રહ્યું છે એને જોયા જ કરવાનું. સારું-ખોટું હોતું જ નથી ભગવાનને ત્યાં. સારું-ખોટું સમાજને આધીન છે. આત્મા સિવાય બધી સડેલી વસ્તુ છે. આત્મા એકલો જ સડે નહીં. એને કશું થાય નહીં એવો છે. તે આપણે આત્મસ્વરૂપ થઈ ગયા તો કામ થઈ જશે, નહીં તો કામ બધું નકામું. આત્મસ્વરૂપ થવાની જરૂર છે, બીજું કશું નહીં. આ દેહ કપાય કે ગમે તે થાય, આપણે દેહસ્વરૂપ થવું નહીં. પરક્ષેત્રમાં પેસે તો સંસાર કડવો ઝેર જેવો લાગે. સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવમાં આવે ત્યારે થાય મુક્તિ પ્રશ્નકર્તા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ વિસ્તૃતરૂપે સમજાવો.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy