SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) પણ અક્રમ છે એટલે ગૂંચાય પણ પરપરિણતિ સ્વપરિણતિ થતી નથી ને સ્વપરિણતિ પરપરિણતિ થતી નથી. સ્વપરિણતિમાં જ રહે એ સ્વરૂપ સ્થિતિ પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ સદ્ગુરુદેવના લક્ષણો બતાવ્યા છે. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે ઉદય પ્રયોગ, તો તે સ્વરૂપ સ્થિત એટલે આમાં શું કહેવા માગે છે એ કહો. દાદાશ્રી : એ શું કહેવા માગે છે કે એ પોતાના સ્વરૂપમાં જ સ્થિત થયેલા છે. હોમ ડિપાર્ટમેન્ટમાં જ બેઠેલા છે, ફોરેનમાં છે જ નહીં. પરપરિણતિમાં નામેય નથી, સ્વપરિણતિમાં જ રહે છે એ સ્વરૂપ સ્થિત કહેવાય. નિરંતર એ જ લક્ષ રહે. નિરંતર લક્ષ રહેવું એનું નામ સ્વરૂપ સ્થિતિ. પ્રશ્નકર્તા : આપણને કાયમ, અખંડ સ્વરૂપ સ્થિતિ રહે એવા થવું છે, તો એને માટે શા ઉપાય કરવાના ? દાદાશ્રી : અખંડ સ્વરૂપ સ્થિતિ એને કહેવાય કે એક ક્ષણ પણ પ્રાપ્ત થઈ જાય તો પછી નિરંતર અખંડ જ રહે. જે એક ક્ષણ પણ, એક સમય પણ પ્રાપ્ત થઈ જાય તો નિરંતર રહ્યા કરે. પછી આઘીપાછી ના થાય. આપણે તો અહીં આત્મા અનુભવમાં આવ્યો, શુદ્ધાત્મા. આ સ્વરૂપ સ્થિતિ કહેવાય છે. આ તો પરમેનન્ટ સ્થિતિ છે. આ તો ચેતક હાથમાં આવ્યો, ચેતવનારો. તે સ્વરૂપ સ્થિતિ કાયમની સ્થિતિ થઈ ગઈ. હવે બીજી જાતની સ્થિતિ ના હોય. આપણે જે કલ્પીએ એવી સ્થિતિ ના હોય. સ્વરૂપ સ્થિતિ ક્રમિકમાં શબ્દથી, અક્રમમાં શબ્દાતીત આ તો કાયમની સ્થિતિ થઈ ગઈ. લાયક સમકિત થયું. લાયક સમકિતનો અર્થ કેવો ? મિથ્યાત્વ ક્ષય થઈ ગયું, બિલકુલ ક્ષય થઈ ગયું. અને પેલું તો સ્વરૂપ સ્થિતિ એ તો કોઈને કલાક આવે, અરધો કલાક, પા કલાક આવીને જતી રહે.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy