SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૮.૨) સ્વપરિણતિ-પપરિણતિ ૨૦૧ પ્રશ્નકર્તા : આમ તો સ્વપરિણતિમાં આવી ગયા પણ પછી પ્રવૃત્તિમાં એ ધ્યાન ન રહે. પ્રવૃત્તિ વખતે એ ભૂલી જવાય એટલું જ. દાદાશ્રી : ના, પણ પરપરિણતિ રહેતી નથીને ? પ્રશ્નકર્તા ઃ ભૂલી જાય તે વખતે પરંપરિણતિ ન કહેવાય ને ? દાદાશ્રી : કેમ ? પ્રશ્નકર્તા : બીજી પ્રવૃત્તિમાં આ લક્ષ ન રહે ? દાદાશ્રી : પણ બીજી પ્રવૃત્તિ મહાવીર સ્વામી નહીં કરતા હોય ? ચાલતા હોય, દેશના આપતા હોય, એ બધી પ્રવૃત્તિ તો એમને જોતી ? પ્રશ્નકર્તા ઃ એ વખતે પરપરિણતિ ન કહેવાય ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : ભાવમાં તો વધઘટ નહીં થતી હોય ? દાદાશ્રી : જે ભાવ વધઘટ થાય છે એ બધા પરપરિણતિના ને જે ભાવ વધઘટ થતા નથી તે બધી સ્વપરિણતિ. “કરું છું તે પરપરિણતિ કહેવાય. “આ આમણે મારું બગાડ્યું', એમ કહે તો એ પરપરિણતિ કહેવાય. આ કંઈ પણ પરપરિણામ ઊભા થાય, એ પરપરિણામને પોતાના પરિણામ માનવા એનું નામ પરપરિણતિ. તે આપણે જ્ઞાન આપીએ ત્યારથી તમારે સ્વપરિણતિ ઉત્પન્ન થઈ છે. હવે પર પરિણામને પોતાના પરિણામ માનતો જ નથી. એટલે આ તો પરપરિણતિ છે જ નહીં. સ્વપરિણામને માનવાવાળા છે. પોતાના પરિણામોને જ માને છે. અમને નિરંતર સ્વપરિણામ રહે. પરપરિણતિ અમને ઉત્પન્ન જ થતી નથી. તમનેય થતી નથી પણ તમને હજુ જરા મહીં ડખો રહ્યા કરે છતાં તમે મને કહો કે મને પરપરિણતિ ઉત્પન્ન થઈ તો હું માનું જ નહીં, કારણ કે આ જ્ઞાન જ એવું છે કે પરપરિણતિ ઉત્પન્ન જ ના થવા દે.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy