SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ (૭.૩) અસ્પર્શ પ્રશ્નકર્તા : એને ક્યાં કોઈની સાથે લેવાદેવા ? દાદાશ્રી : ના, બહુ તીખા થયા હોય તોય વીતરાગ ભાવ રહે ને મોળા થયા હોય તોય વીતરાગ ભાવ રહે એવો આત્મસ્વભાવ. સ્વભાવ નહીં ઓળખવાથી આખું જગત ભટકાઈ મર્યું છે. એનો સ્વભાવ છે એ તો. એમ જાણે કે આ મઠિયાનો રંગ એને જ અંદર લાગી જાય છે. જેટલા રંગ લાગ્યા છે ને, બધા મનને લાગેલા છે. એ શું જાણે કે આત્માને રંગ લાગી ગયો. અલ્યા મૂઆ, આત્માને રંગ અડે જ નહીં. એને કોઈ વસ્તુ સ્પર્શ ના થાય. એને અસ્પર્શ કહેવાય છે. તમને એનો સ્વભાવ ગમ્યો ? કોઈ વસ્તુ સ્પર્શ ના કરે. પ્રશ્નકર્તા ઃ બરાબર છે, દાદાજી, બિલકુલ બરાબર. દાદાશ્રી : કેવો સરસ સ્વભાવ છે ! ૧૮૫ પ્રશ્નકર્તા : આ નિરાળોને ! હંમેશાં, કાયમ નિરાળો ! દાદાશ્રી : નિરાળો. માર ખાય છે છતાં પોતે આનંદમાં હોય. પ્રશ્નકર્તા : માર ખાય છે એ માલ જેવો લાગે. દાદાશ્રી : હા, અમને ત્યાં કાઢી મૂક્યા તોય પણ આનંદ થયો. આત્મા જાણે કે કાઢી મેલનાર કોણ ને કાઢી મૂક્યો કોને ? અંદર એ આત્મા જાણે. આત્મા તેનો તે. પછી સ્વભાવની ખામી લઈને માથે લઈ લે કે આ મારું અપમાન કર્યું તો પછી આવી બન્યું. શેને લઈને માથે લઈ લે છે ? સ્વભાવની ખામી ! પ્રશ્નકર્તા ઃ સ્વભાવની ખામી, એ સ્વભાવને ન જાણવાથી ને, દાદાજી ? દાદાશ્રી : એટલે એ સ્વભાવની ખામી જ કહેવાય. પ્રશ્નકર્તા : એ આત્માને ગેરહાજર કરે છે ? દાદાશ્રી : હા, એનું જાણપણું ખોવડાવી નખાવે છે. ܀܀܀
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy