SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (૭.૨) લેપાયમાન ભાવો ૧૭૩ થઈ ગયા અને છતાં અમને તો હજુ એવા નિર્લેપ થયા દેખાતા નથી. અમને એવું દેખાય છે કે આ લેપાયમાન થઈ ગયા. પછી પાછા જુદા પડ્યા, પાછા લેપાયમાન થયા, એવું જે અમને ભાન થાય છે તે કેમ થાય છે ? આના જેવો જ એ ભાવ.. દાદાશ્રી : તમે પોતે લેપાયમાન થઈ જાવ છો એવું ભાન થાય છે? પ્રશ્નકર્તા ઃ હા, કોઈ વસ્તુમાં પાછા તન્મયાકાર, લેપાયમાન પૂરા થઈ જાય એવું જ થાય. દાદાશ્રી : એ ભાન આત્મભાન નથી. આત્મભાન તો ક્યારેય લેપાયમાન ના થાય, એનું નામ આત્મભાન કહેવાય. માટે આપણે કહેવાનું કે આ જગા આપણી ન્હોય. આપણી જગા આવી વેરાન નથી, આપણી તો જાયજેન્ટિક પ્લેસ (વિશાળ જગ્યા) છે. આપણે આ વેરાન જગ્યામાં ક્યાંથી હોય ? આ હોટેલ આપણી નથી એવું ખબર ના પડે ? કઈ નાતના છીએ એ હિસાબે આપણી હોટેલ ખબર ના પડે ? સુગંધ ઉપરથી સમજી જાય કે અહીં કંઈ બિરયાની મળે છે. એટલે આપણે એ હોટેલને સમજી જઈએ. એવું આ તન્મયાકાર થાય એ ભાવ આપણો નહીં. એટલે તન્મયાકાર કેવા પ્રકારે થાય છે, એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા: પણ અમે જ્યારે તન્મયાકાર થઈ જઈએ તેટલો વખત અમને શુદ્ધાત્માપદનું ભાન રહેતું નથીને? તેટલો વખત તન્મયાકાર કે લેપાયમાન થઈ જઈએ છીએ. દાદાશ્રી : શાથી નથી રહેતું કે હું તન્મયાકાર થઈ ગયો, એટલે પેલું ભાન ખોવાઈ જાય. કોઈ માણસ અમથો એમ કહે, દારૂ ન પીધો હોય છતાં કહેશે, હા, મેં તો આજ દારૂ પીધો છે, તો એટલો વખત ચડી જાય. એટલે દારૂડિયા જેવા જ લક્ષણ નીકળે, ના પીધો હોય છતાંય. પ્રશ્નકર્તા: એ સવાલ નથી, પણ કેટલીક વખત એવા લેપાયમાન થઈ જઈએને કે પૂરેપૂરો દારૂ પીધા જેવું દેખાઈયે છીએ એનો સવાલ છે ને ? એટલે અમે જાતને નિર્લેપ કેવી રીતે કહીએ ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy