SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) વગર પકડે. (આપણે) તો આ બધું પૂરું થઈ ગયું. આ છેલ્લું છે. અડતાલીસ આગમનો સાર લખ્યો છે, તેય (અહીં) પૂરું થઈ ગયેલું છે. ભ્રાંતિથી ભાસે સંગી, તિજભાતે અસંગ પ્રશ્નકર્તા: “કેવળ હોત અસંગ જ જો, ભાસત તને ન કેમ, અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ.” -શ્રીમદ્ દાદાશ્રી : આપણું જ્ઞાન અહીં જુદું પડે છે. કેવળ અસંગ જ છે પણ ભાસતો નથી. એને ભ્રાંતિથી નથી ભાસતો. અસંગ જ છે, પણ અસંગ થાય કેવી રીતે ? જો સંગી હોય તો અસંગ થઈ શકે નહીં. કેવી રીતે અસંગ થઈ શકે ? એ તો ગુણધર્મ છે એના. સંગી થયો એટલે લેપાયમાન થયો. લેપાયમાન થયો એટલે બધા ગુણધર્મ પેસી જાય પછી. એટલે આપણું વિજ્ઞાન અહીં આગળ આટલો જ ડિફરન્સ. “અસંગ છે પરમાર્થથી' એ વાત સાચી છે. તે આપણેય એવું કહીએ છીએ કે “અસંગ પરમાર્થથી છે, પણ નિજભાને તેમ.” અત્યારે ભાન અવળું છે, માટે આ તો અસંગ નથી. ભાન અવળું છે માટે આત્મા સંગી થયો કહે છે. કરોડો અવતારેય જે સંગ ન છૂટે, તે અક્રમ છોડાવે કલાકમાં પ્રશ્નકર્તા ઃ (વાંચે છે) (શ્રીમદ્ પત્ર-૬૦૯)-૪. “એ જ માટે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. પ. સર્વ જિનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે. ૩. “સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે.” સંગના યોગે. સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.” દાદાશ્રી : હવે સંગની નિવૃત્તિ ક્યારે થાય ? કરોડો અવતારેય સંગની નિવૃત્તિ થાય નહીં. આ સંગ તો, આ ખસેડે ત્યારે પેલો પેસે. પેલાને ખસેડે ત્યારે પેલો પેસે. પછી સ્ત્રી, પુત્ર, છોકરાં બધા, કંઈ સંગ
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy