SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ (૬.૧) સંગમાં એ અસંગ ૧૨૫ પ્રશ્નકર્તા: કોઈ ચીજને અડે નહીં. ત્યાં હોવા છતાં સ્પર્શે નહીં. દાદાશ્રી : હા, એવો આત્મા છે. કાદવ કે કીચડ કશું અડે નહીં. આત્માને કષાય અડે નહીં, નિર્લેપ જ, અસંગ જ. આ બધું અહંકારને અડવાનું. અહંકારને અડે બધુંય, કષાય-બષાયો બધુંય. અને આત્મા તો નિર્લેપ જ છે અને અસંગ જ છે. પ્રશ્નકર્તા એટલે એનો, (પુદ્ગલનો) સંગ નહીં એને ? દાદાશ્રી : કોઈ પણ સંગથી સંગી થતો નથી. કોઈ પણ સંગનો સંગી થતો નથી. અસંગ જ છે, સ્વભાવથી જ અસંગ છે. આત્મા અસંગી છે, પુદ્ગલ (પરમાણુ) અસંગી છે. સ્વભાવ જુદા બન્નેના. કોઈ કોઈને મદદ કરતું નથી, કોઈ કોઈને નુકસાન કરતું નથી. એ હેલ્પ ના કરે, નુકસાન ના કરે. અજ્ઞાન દશામાં તમારું નુકસાન તમે પોતે જ કરી રહ્યા છો. એ કાં તો પુદ્ગલ આશ્રિત હો કે સ્વાશ્રિત હો, પણ પોતે પોતાનું નુકસાન કરી રહ્યા છે. ક્રમિક માર્ગે કરવો પડે અસંગ, એકમમાં થાય કૃપાથી પ્રશ્નકર્તા: દાદા, વચનામૃતમાંથી વાંચું છું તો એ વિશે વધારે ફોડ પાડશો. શ્રીમદ્જી પત્ર-૯૧૮ એમાં કહે છે; અને હાલ ધ્યાન શું વર્તે છે ? તો, સદ્ગુરુના વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે. દાદાશ્રી : એ ક્રમિક માર્ગનો. આપણે તો થઈ ગયો છે. એમને કરવાનો, તે કેટલી માથાકૂટ કરે ત્યારે અસંગ થાય તે, ક્રમિકમાં ! પ્રશ્નકર્તા : તોય એ તો અસંગ થયો એમ લાગે ને પાછો વયો જાય (જતું રહે), એમ થાય નહીંને ? દાદાશ્રી : એ તો આ માછલાં પકડીએ એના જેવી વાત. માછલાં પકડે ને સુંવાળા રેશમ જેવા તે પકડીએ ત્યાર હોરા જતા રહે. એવી રીતે આ અસંગતા ના પકડાય. અને આ (અહીંયા) નિરંતર અસંગતા રહે છે,
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy