SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨) આપ્તવાણી-૧૪ (ભાગ-૪) વ્યતિરેક ગુણો કે જે આત્મામાંય નથી ને જે જડમાં, અનાત્મામાંય નથી. એટલે આ વ્યતિરેક ગુણોથી આ જગત ઊભું થયેલું છે. આમાં વ્યતિરેકના ગુણો કયા કયા ? ક્રોધ-માન-માયા-લોભ. તે માનમાંથી અહંકાર ઊભો થયો ને ચાલુ થઈ ગયું. હવે આ સંગદોષ છોડાવવામાં આવે તો જ તે છૂટે). તેથી હું આ જ્ઞાન આપું છું ને છૂટા કરું છું સંગદોષથી. હવે એ સંગદોષ છૂટે કે તરત જ છૂટું થઈ જાય. એટલે પોતપોતાના જ સ્વભાવમાં આવી જાય. પેલું વ્યતિરેક ઊડી જાય. પ્રશ્નકર્તા: એટલે દાદા, એના ઉપર બહુ બહુ લખાણ થયા છે, બહુ વિચાર થયા છે. સંગદોષ આ એક જ વસ્તુ જો માણસ જીતી શકે તો ! - દાદાશ્રી : સંગથી તો જગત ઊભું થયું છે. બે સાથે નજીક આવવાથી આ ઊભું થયું છે. આ સંગદોષ મટાડી દેને, તો થઈ ગયું ! એટલે સ્ટેપ બાય સ્ટેપ, ગ્રેજ્યુઅલી (ક્રમે ક્રમે) કામ લેવાનું આ ક્રમિક માર્ગવાળાએ રાખ્યું. બીજો રસ્તો જ નહીંને ! અને આ અક્રમ માર્ગે ઈનામ તો જુદી જાતનું છે, નહીં તો આ નોકરિયાતો-વેપારીઓ તે આ ઈનામ પામતા હશે? આત્મજ્ઞાન થકી અસંગ થતા, જીતાય સંગદોષ પ્રશ્નકર્તા એ સંગદોષ સંપૂર્ણ જીતાય કેવી રીતે? દાદાશ્રી : સંગદોષ જીતવા માટે તો એક જ રસ્તો છે. અસંગ થાય તો જ સંગદોષ જીતાય, નહીં તો જીતાય એવો નથી. આ સંસારનો સંગદોષ નાશ કરવા માટે તો આપણે ભાવ ફેરવવા પડે. જ્યાં જે સંગ ઊભો થયો છે અને તે દોષિત છે, માટે આપણે એ સંગથી વિરુદ્ધ સંગનો ભાવ ફેરવવો પડે. ત્યારે આંટી ઊકલે, નહીં તો આંટી ઊકલે નહીંને ! અને જેને જ્ઞાન મળ્યું હોય એને તો અસંગ જ ભાવ ઉત્પન્ન થઈ ગયો એટલે ખલાસ થઈ ગયું અને પેલું બધું જ રહ્યું એ નિકાલી. એ બધો ભરેલો માલ નિકાલ થઈ જાય અને ફરી (નવો) માલ ટાંકીમાં આવતો
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy