SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ (૬.૧) સંગમાં એ અસંગ ૧૧૯ એટલે પોતાનો અસંગ જે સ્વભાવ છે તે સ્વભાવ ઉત્પન્ન થઈ જવો જોઈએ. પોતાના સ્વભાવમાં આવ્યા એટલે પોતે અસંગ જ છે, નિર્લેપ જ છે. એ શુદ્ધાત્મામાં રહે તો અસંગ જ રહે. અસંગ વાણીરૂપી શસ્ત્રથી છેદાય સંસારવૃક્ષ પ્રશ્નકર્તા ઃ ગીતામાં અધ્યાય-૧૫, શ્લોક-૩ બતાવ્યું છે, अश्वत्थमेनं सुविरूढमूलमसङ्गशस्त्रेण दृढेन छिज्वा ।। અસંગ શસ્ત્રથી આ સંસારવૃક્ષ છેદી શકાય, તો આ વાતનો અર્થ ક્યાંય સમજાવ્યો નથી. હવે આપ એ સમજાવો. દાદાશ્રી : અસંગ શસ્ત્ર, અસંગ વાણીથી સમજાવી શકાય. વાણી અસંગ જોઈએ. જે વાણીનો કોઈ માલિક ના હોય એ અસંગ વાણી કહેવાય. વાણીની માલિકી ના હોય. વાણી નીકળે પણ એનો માલિક ના હોય. (હવે) માલિકી વગરની વાણી ક્યાંથી લાવે ? એટલે શરીર જો માલિકી વગરનું થાય, અહમ્ નષ્ટ થઈ જાય તો જ માલિકી વગરની વાણી થાય અને તો જ અસંગ વાણી કહેવાય. તો એનું અસંગ શસ્ત્ર ઊભું થયું. પોતે સંગવાળો તે અસંગ શી રીતે ભેગું થાય ? એટલે આ અમારી વાણી અસંગ કહેવાય છે. માલિકી વગરની વાણી અસંગ કહેવાય, માલિકી વગરનો દેહ અસંગ કહેવાય અને માલિકી વગરનું મન અસંગ કહેવાય. તે આ અસંગ વાણીથી આ બધું કામ થાય. (સંસારવૃક્ષ છેદી શકાય.) આત્મા-જડતો સંગદોષ મટાડે, તે ઈનામ અક્રમ વિજ્ઞાને પ્રશ્નકર્તા: પછી એમાં પાંચમાં શ્લોકમાં કહે છે, निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृजकामाः। તો આ સંગદોષ એટલે શું ? દાદાશ્રી : આ સંગદોષ એટલે આત્મા ને જડનો જે સંગ થયો, તેના દોષથી આ જગત ઊભું થયું છે. હવે સંગદોષથી પેલા ગુણો ઉત્પન્ન થયા;
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy