SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) દાદાશ્રી : અને ગુરુ એટલે આ વાળ વધ્યા જ કરેને, આપણે કપાય કપાય કરીએ તોય ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ગુરુ થયા જ કરે ને ? અને અગુરુ-લઘુ એટલે વધઘટ ના થાય, જાડો ના થાય, પાતળો ના થાય, ઊંચો ના થાય, નીચો ના થાય, વજનદાર ના થાય, હલકો ના થાય, જેમ છે તેમ સ્થિતિમાં રહે. પ્રશ્નકર્તા ઃ બરોબર છે, આપણે જોઈએ છીએ એ બધી વસ્તુઓ ગુરુ-લઘુ જ હોય છે. દાદાશ્રી : બધી ગુરૂ-લઘુ હોય. જેટલી જુઓને, એ બધી ગુરૂ-લઘુ હોય. આ જગતની બધી જ ચીજ ગુરુ-લવુવાળી છે. જગતમાં જે કંઈ દેખાય છે તે ગુરુલઘુ છે. ગુરુલઘુ સ્વભાવવાળા છે. તેને જોનાર (બુદ્ધિ, અહંકાર) પણ ગુરુ-લઘુ સ્વભાવવાળો છે અને જે આત્મા છે તે અગુરુ-લઘુ સ્વભાવી છે. હવે આ અગુરુ-લઘુ સ્વભાવ બધા જ તત્ત્વોને છે. છયે તત્ત્વો નિર્લેપ છે. બધા જ અવિચળ છે. આત્મા એક્લો નહીં, છયે તત્ત્વો અગુરુલઘુ પ્રશ્નકર્તા ઃ દાદા, આ આત્મા અગુરૂ-લઘુ એમ કહ્યો પણ બીજી વસ્તુ અગુરુ-લઘુ કેમ હોઈ શકે, કંઈ પણ છે તે ? મગજમાં, બુદ્ધિમાં બેસાડી શકાય એવી વાત નથી આ. કાં તો લઘુ છે, કાં તો ગુરુ છે. કાં તો આ છે, કાં તો આ છે કંઈક તો છે ને ? કારણ કે અગુરુલઘુ એક આત્મા જ છે. દાદાશ્રી : ના, આત્મા નહીં, છ એ છ તત્ત્વો બધા. પ્રશ્નકર્તા: બેમાંથી એક હોય પણ આ તો અગુરુ-લઘુ, ગુરુય નહીં અને લઘુય નહીં, એટલે કેવું?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy