SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અગુરુ-લઘુ ૧૦૩ એટલે ચેતનનો અગુરુલઘુ સ્વભાવ. આપણો મૂળ સ્વભાવ અગુરુલઘુ, તે તો ગુરુ-લધુમાંથી પોતે અગુરુલઘુ સ્વભાવમાં જ થવા ફરે. શુદ્ધાત્મા અને જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી અને બધા એના ગુણો જે છે એ બધા અગુરૂ-લઘુ સ્વભાવના છે અને આ જે બધા ગુણો છે જડના એ ગુરૂ-લઘુ સ્વભાવના છે. શુદ્ધાત્માનો સ્વભાવ જોવાનો ને જાણવાનો છે, તે ક્યારેય વધઘટ થતો નથી. પ્રશ્નકર્તા ઃ ચેતનમાં તો જ્ઞાતા-દ્રષ્ટા એ જ ભાવને કે બીજા કોઈ ભાવ છે ? દાદાશ્રી : બીજા બધા બહુ ભાવ છે પણ તે બધા અગુરુ-લઘુ ભાવ છે. પોતે ઘટવધ જ ના થાય. અને ઘટવધ થાય એ આપણે જોવાનું કે આ જડ ભાવ છે. પ્રશ્નકર્તા : આત્માનો અગુરુલઘુ સ્વભાવ એટલે કોઈ પ્રદેશને બહાર ના જવા દે ને ? દાદાશ્રી : હા, એના પ્રદેશની બહાર ના જવા દે, એટલે સ્થિરતા છોડે નહીં. યો-દશ્યો ગુરુ-લધુ, આત્મા અગુરુલઘુ પ્રશ્નકર્તા: અગુરૂ-લઘુ સ્વભાવ વિશે વધારે ફોડ પાડશો. દાદાશ્રી: આ દરેક ચીજો બધી ગુરૂ-લઘુ છે, જે તમારી પાસે ટચમાં આવે છે ને ! વજનમાં હલકી હોય, ભારે હોય. હલકી હોય તો ભારે થઈ જાય છે, ભારે હોય તો હલકી થઈ જાય, એવી બધી આવે છે ને ? પ્રશ્નકર્તા: હા. દાદાશ્રી : આ ઘડિયાળની ચેઈન ઘસાતી જાય તેમ હલકી થતી જાયને ? પ્રશ્નકર્તા : હા.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy