________________ 492 સર્વથા ક્ષય કરી લે તેનું નામ “મોક્ષ. અને “સવ્વપાવપણુસણ પદ વાપરે તે પણ એક જ અર્થ છે. સર્વથા સર્વ પાપકર્મોને નાશ. મેક્ષ શું છે? અનાદિ અનન્તકાળથી જીવ-કર્મને જે સંગ તે સંસાર, અને હવે જીવ-કર્મને સદંતર વિગ થઈ જે તેનું નામ છે મેક્ષ.” સદા માટે હવે પછી ફરી જીવ-કર્મ સાથે કયારે ય નહીં બંધાય. અનંતકાળે પણ નહીં બંધાય. કારણ, રાગ દ્વેષ જ મૂળમાં નથી તે પછી કર્મ બંધાય જ ક્યાંથી? અને કર્મ ન બંધાય તે ફરી સંસારમાં આવવાનું કે રખડવાનું તે હોય જ નહીં. બસ, પાયામાં કર્મબંધ જ નથી તે પછી કર્મજન્ય સંસાર, જન્મ, મરણ, રાગ-દ્વેષ, કલેશ-કષાય, શરીર, આયુષ્ય, પ્રાણ, નિ, સ્વકાસ્થિતિ વગેરે કંઈ જ નથી રહેતું. આત્મા સંસારને છેલ્લી સલામ ભરી સદા માટે દેહ અને કર્મો સાથે સંબંધ તેડી મોક્ષમાં સ્થિર થાય છે મેક્ષે જીવ કેવી રીતે જાય છે? મેક્ષે જવા માટે મનુષ્યગતિ-મનુષ્ય શરીર જ જોઈએ. પરન્તુ ઓછામાં ઓછું 2 હાથ પ્રમાણ શરીર અને વધારેમાં વધારે 500 ધનુષ્યની કાયા હોય તે જ મેક્ષે જવાય. છઠ્ઠા આરામાં મેક્ષે ન જ જવાય. કારણ 1 જ હાથનું શરીર છે. શિલેષીકરણ આદિ ક્રિયા કરી અન્ત દેહ છેડતી વખતે શરીરની અંદરના પિલાણ ભાગ પૂરી નાખે છે. તેથી આત્મપ્રદેશે ઘનાકાર સ્થિતિમાં આવી જાય. અને મૂળ શરીરની અવગાહના એકતૃતીયાંશ ભાગ ઘટે છે અને બેતૃતીયાંશ શેષ રહે છે, અને સીધે જીવ મેક્ષે ચાલ્યા જાય છે. તે જ પ્રમાણે 500 ધનુષ્યની કાયા હોય તે 333 ધનુષ્ય 1 હાથ 8 અંગુલ પ્રમાણ અવગાહના શેષ રહે છે. અને એટલી જગ્યા જીવ સિદ્ધશિલા ઉપર રેકે છે.