________________ 486 સમર્થ છે, પરંતુ બીજાનાં કર્મો જીવ પિતામાં સંક્રમાવી નથી શકતે. દરેક જીવ પિતાનાં જ કર્મો ખપાવે છે, અને ભગવે છે. મેહનીયના ક્ષયે બીજાને ક્ષય मस्तकसूचिपिनाशात्तालस्य यथा ध्रुवो भवति नाशः / तत्कर्मविनाशो हि मोहनीयक्षये नित्यम् // –જેમ તાડ વૃક્ષની ટોચ ઉપર જે સૂચિ અથવા શાખાભાર ઊગે છે તે ભાગના નાશથી સંપૂર્ણ તાડવૃક્ષને નાશ થઈ જાય છે. તે જ પ્રમાણે મેહનીય કર્મને નાશથી બીજા કર્મોને નાશ અવશ્ય થાય છે. छद्मस्थवीतरागः कालं सोऽन्तमुहूर्तमथ भूत्वा / युगपद्विविधावरणान्तरायकर्मक्षयमवाप्य // शाश्वतमनन्तमनतिशयमनुपममनुत्तरं निरवशेषम् / सम्पूर्णमप्रतिहत सम्प्राप्तः केवलज्ञानम् // માદા જ્ઞાનાવરાત ક્ષાર વસ્ત્ર ' 13 માં ગુણસ્થાને કેવલજ્ઞાનની પ્રાપ્તિ - બારમાં ગુણસ્થાને અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ છદ્મસ્થ જીવ (જે હજી કેવલજ્ઞાન નથી પામ્યા તે) વીતરાગ તરીકે રહીને, બારમાના અંતે બીજા આવરણીયકર્મો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય તથા અંતરાયકર્મની સર્વ પ્રકૃતિમાં ખપાવે છે તસ્વાર્થના આ સૂત્રમાં પંચમી વિભક્તિ વાપરીને ભેદ અને ક્રમ સ્પષ્ટ કરતાં કહ્યું છે કેપ્રથમ મેહનીયકર્મને ક્ષય કરી, પછી જીવ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને ક્ષય કરે છે. અને તેના ફળ સ્વરૂપે અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન તથા દાનાદિ લબ્ધિઓ અનંત સ્વરૂપે પ્રાપ્ત કરે છે. તે સર્વ ક્ષાયિકભાવે પ્રગટ થાય છે. આ કેવલજ્ઞાનાદિ નિત્ય, અનન્ત, નિરતિશય, અનુપમ, અનુત્તર, નિરવશેષ, સંપૂર્ણ અને અપ્રતિહત હોય છે.