________________ 477 સાધુ છઠ્ઠા ધોરણમાં (ગુણસ્થાને છે. એક ધેરણ આગળ-પાછળને ફરક છે. જ્યારે સંજવલન કષાને ઉદય મંદ થઈ જાય અને આત ધ્યાનની સ્થિતિ ન રહે, અને ધર્મધ્યાનની ચિંતન-ધ્યાનધારા વધતી જાય ત્યારે–સાધુ છેઠેથી એક પગથિયું આગળ આવી સાતમા ગુણસ્થાને અપ્રમત્ત બને છે. સાધનામાં–નિર્જરામાં સાવધાન બને છે. એની જાગૃતિ ઉત્તમ હોય છે. પ્રમાદના નાશથી વ્રતાદિના પાલનમાં, શીલાદિની રક્ષામાં ઉદ્યત બને છે, જ્ઞાનધ્યાનની સાધનામાં વધુ સક્રિય બને છે. મેહનીયકર્મને ભુક્કો બેલાવવા માટે કમર કસે છે. અને શ્રેષ્ઠ ધર્મધ્યાન સાધવાનો પ્રયત્ન કરે છે. મૌનસ્થ ધ્યાન-સાધનામાં એકાગ્રચિત્તવાળો બને છે. મુખ્યપણે અપ્રમત્ત સાધુ મહાત્મા ધર્મધ્યાનનું ચિંતન કરે. કમક્ષયને એકમાત્ર ઉપાય-નિર્જરા - | નવકારનું સાતમું પદ છે-સવપાવપૂણસ” અને નવતત્વમાં સાતમું તત્ત્વ છે “નિર્જરા'. આત્મા ઉપર અનંતા જન્મથી લાગેલા કર્મોને ખપાવવા માટે જે એકમેવ કેઈ ઉપાય સર્વજ્ઞ પરમાત્માએ બતાવ્યું હોય તે તે છે-નિર્જરા. નિર્જરા અર્થાત્ આત્મા સાથે જોડાયેલાં–સંકળાયેલાં કર્મોને ઢીલાં પાડી ઝાડ ઉપરથી પીળું પાંદડું કેમ ખરી પડે છે તેમ ખેરવી નાંખવાં. વૃદ્ધાવસ્થામાં જેમ શરીર ઉપરથી ચામડી જર્જરિત થવા માંડે છે, તેમ કર્મોના થર પણ આત્મા ઉપરથી જર્જરિત કરી નાંખવા. એટલે જ વૃદ્ધાવસ્થાને જરાવસ્થા કહીએ છીએ. આ નિર્જરાથી જ મેં ખપવાનાં અને કર્મો ખપશે તે જ આત્મા શુદ્ધ થશે... સિદ્ધ-બુદ્ધ થશે.