________________ જીવની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. દર્શનની રુચિ, જ્ઞાનની રુચિ, ચારિત્રની રુચિ, અને તપની રુચિ...બસ, ધર્મક્ષેત્રમાં આ ચાર જ રુચિ મુખ્ય છે. અને ધર્મના સર્વ પ્રકારમાં આ ચારના જ ભેદ-પ્રભેદે છે. દહેરાસરે દર્શન-પૂજા માટે જવું, જ્ઞાનપ્રાસ્થળે અધ્યયન, અભ્યાસ–સ્વાધ્યાયાદિ કરે, ચારિત્રધર્મની આરાધના માટે સામાયિક, પ્રતિક્રમણ-પૌષધ આદિ વિરતિધર્મમાં રહેવું, અને તપશ્ચર્યા વગેરે કરવી તે તપધર્મ, ઇત્યાદિ કરાતી ધમની સર્વ આરાધના દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ ધર્માત્મક જ છે, એની બહાર નથી અને આ જ ધર્મો એક્ષપ્રાપ્તિને સાચો માર્ગ છે. - દર્શને-જ્ઞાન-ચારિત્ર–તપ અને વીર્ય એ જ આત્માના ભેદક લક્ષણ તરીકે છે. અને એ જ આત્માના ગુણે પણ છે અને એ જ ધર્મ પણ છે. અર્થાત્ જે ગુણે છે તે જ ધર્મ પણ છે. કારણ કે નિશ્ચયદષ્ટિથી તે, જે આત્માના મૂળભૂત ગુણો છે તેને જ પ્રાપ્ત કરવા જે પ્રયત્ન–પુરુષાર્થ કરે તે જ સાચો ધર્મ છેતે જ સાચી સાધના છે. અને તેની જ સંપૂર્ણ સ્વરૂપે પ્રાપ્તિ એ જ સાચું સાધ્ય છે. એટલા માટે જે “પંચિંદિય’માં– પંજવિા-ગાવા-પાટણ-સભ્યો”—“જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીચાર એ પાંચ પ્રકારના આચારને પાળવામાં સમર્થ_એ વિશેષણ ગુરુપદ માટે વાપર્યું છે. જે લક્ષણ છે તેને જ આચાર (ધર્મ) બનાવ્યા છે. અને તે જ સાચો ધર્મ. સંસારમાં જીવ જ્ઞાનાચારાદિ પંચાચારને જ કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રકારે ધર્મારાધના કરે છે... આ ધર્મારાધના કરતાં આપણું મુખ્ય લક્ષ્ય શું હોવું જોઈએ? આપણને કેઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે– કેમ ભાઈ! આ બધો ધર્મ શા માટે કરે છે? શા માટે આટલી તપશ્ચર્યા કરે છે ? . શા માટે પૂજા-પાઠ? શા માટે સામાયિક–પ્રતિક્રમણ? વગેરે....”