________________ 455 ભાગ કરે, સત્તાવીસમા ભાગે બાંધે, અને તેમાં પણ ન બાંધે તે અંતે આયુષ્યની સમાપ્તિના (મરતા પહેલાં) અંતિમ અંતમું દૂર્તના સમયે તે અવશ્ય જ બાંધે. નિરુપક્રમ આયુષ્યવાળા પંચેન્દ્રિય મનુષ્ય નક્કો ત્રીજો ભાગ બાકી રહેતાં આયુષ્ય અવશ્ય બાંધે છે. જ્યારે સેપક્રમ આયુષ્યવાળા માટે એ નિયમ નથી. તેમના માટે તે સત્તાવીસમાં ભાગ સુધી પણ આયુષ્ય બાંધવાનો અવકાશ છે. લેકપ્રકાશ ગ્રન્થમાં પણ ઉપરોક્ત હકીકત સ્પષ્ટ કરી છે. કયા ગુણસ્થાનકે આયુષ્ય બંધાય? 1, 2, 4, 5, 6, તથા 7 માં ગુણસ્થાનકે આયુષ્ય બંધાય. આગળના ગુણસ્થાનકોમાં જીવના પરિણામ એટલા સ્થિર તથા શુદ્ધ છે કે જેથી ત્યાં આયુષ્ય બાંધવા માટે અવકાશ જ નથી. મનુષ્યનું આયુષ્ય તે ચેથા ગુણસ્થાનક સુધી જ છે. સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્ત્વના ભાવમાં વર્તતો હોય, અને છઠ્ઠા ગુણસ્થાનકે સાધુમુનિભગવંતે પણ મુનિપણાના ભાવમાં વર્તતા હોય તે દેવાયુષ્ય બાંધે છે અને મુનિપણના વિરાધકભાવે મનુષ્યાયુષ્ય બાંધે. આયુષ્યકર્મ બાંધવા કરતાં ખપાવવાનું લક્ષ રાખે– નાગકેતુએ શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા-ભક્તિ કરતા કરતા ચારે ય ઘાતકર્મો ખપાવ્યાં અને કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાન પામ્યા પછી તે આયુષ્યકર્મ બંધાય જ નહીં. પછી તે શેષ રહેલાં ચારેય અઘાતી કર્મો પણ ખપી જાય...અને આઠે ય કર્મો ખપી જતાં મેક્ષપ્રાપ્તિ થઈ જાય છે. નાગકેતુએ આઠેય કર્મો ખપાવી મોક્ષ પ્રાપ્ત કર્યો... આયુષ્યકર્મ સર્વના અંતે ખપે છે.. અને આયુષ્યકર્મને સર્વથા ક્ષય થતાં અજર-અમર-અક્ષયસ્થિતિનું ધામ મેલ તુરંત અવશ્ય મળે છે. સર્વ જી એવું અક્ષયસ્થિતિનું ધામ પ્રાપ્ત કરે એજ શુભેચ્છા.