________________ 453 ઓલવાઈ જશે કર્મ પ્રકૃતિ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે તીવ્ર રેગ, દુખાવસ્થા વગેરેમાં શ્વાસોશ્વાસ ખૂબ ઝડપી અને વધારે હોય છે તે Breathing Graf થી જોયું છે. સાતમા દિવસે બાળક બિલાડીથી મૃત્યુ પામે– રાજાને ત્યાં જન્મેલા પુત્રની કુંડળી કાઢીને વરાહમિહિર રાજતિષીએ 100 વર્ષનું આયુષ્ય કહ્યું. જ્યારે તે જ રાજપુત્ર બાળકનું આયુષ્ય પૂજ્ય ભદ્રબાહુસ્વામીએ સાત દિવસનું કહ્યું, અને તે પણ બિલાડીથી મરશે. આટલું સ્પષ્ટ કર્યું. પરંતુ રાજા મુંઝાયે. અરે! કોની વાત સાચી માનવી ? નિર્ણય કર્યો કે પહેલાં તે સાત દિવસની મુદત છે તે સાત દિવસ સુધી તે ચાંપતે પહેરે રાખું કે અને બધી જ બિલાડીઓને નગર બહાર દૂર કઢાવી મૂકું, જેથી બિલાડી જ ન હોય તે બિલાડીથી મરવાની વાત જ ન રહે અને બંદૂકધારી પહેરેદારે ગોઠવ્યા. 1-2, 3-4-5-6 એમ કરતાં 6 દિવસ વીતી ગયા. પરંતુ સાતમા દિવસે ધાવમાતા જ્યાં બાળકને લઈને દરવાજાના ઉંબરે દૂધ પિવરાવવા બેઠાં ત્યાં તે દરવાજાની ઉપર લાકડામાં નકશીકામમાં કરેલ બિલાડીના આકારને આગળ ઠીક બાળકના માથે પડ્યો અને જન્મથી સાતમા દિવસે બાળક મૃત્યુ પામ્યા. બધું જ આયુષ્ય એ વખતે ભેગું થઈને ખલાસ થઈ જાય, ઉપક્રમના કારણે તૂટી જાય. તંદુલીયે મસ્ય મગરમચ્છની આંખની પાંપણના ખૂણામાં રહેનારે ચેખાના દાણુ જે નાને તંદુલ્ય મત્સ્ય ભયંકર તીવ્ર હિંસાના વિચારના