________________ 333 અપાવવાં, અથવા આ જ કુળ, જાતિ, રૂપ, બળ વગેરે લેનિન્દ હલકાં અપાવવાં વગેરે કામ આ શેત્રકર્મ કરે છે. અને તેથી જ આત્માની સાથે ઉચ્ચ-નીચને વ્યવહાર થાય છે. માટે ઉચ્ચ અને નીચ એવા બે પ્રકારવાળું ગોત્રકર્મ કર્યું. - ઘણી વખત સંસારમાં જોઈએ છીએ કે નિર્ધન રૂપ, બુદ્ધિ વગેરેથી હીન હોય તે પણ મનુષ્ય સારા કુળ વગેરે કારણે લોકમાં પ્રશંસા પામે છે, લેકમાન્ય-લેકપૂજ્ય બને છે, ગણાય છે. અને એનાથી વિપરીત ઘણી વખત ધનવાન સુરૂપ, બુદ્ધિશાલી વગેરે ગુણવાન પણ હલકાં કુળ-જાતિ વગેરે કારણે હલકે પડે છે હલકાઈ પામે છે, વિશિષ્ટ કુળના અભાવે નિદાને પાત્ર બને છે. ઘડામાં જેમ મદિરા ન ભરી હોય તે પણ જેમ ઘડે નિંદાને પાત્ર ગણાય છે તેમ આ કર્મના કારણે જીવ પણ દેશ, જાતિ રૂપ કુળ વગેરેનાં કારણે સ્તુતિ અથવા નિદાને પાત્ર બને છે. __" उच्च अट्टबिहं होइ, एवं नीयपि आहियं " ઉત્તરાધ્યયનસૂત્રમાં શ્રી વીરપરમાત્માએ કહ્યા પ્રમાણે સંસારમાં “ઉચ્ચપણું” આત્માને આઠ પ્રકારે મળે છે. ૧—વિશિષ્ટ જાતિ પ–વિશિષ્ટ તપ ૨–વિશિષ્ટ કુળ ૬–વિશિષ્ટ કૃત ૩–વિશિષ્ટ બળ ૭–વિશિષ્ટ લાભ –વિશિષ્ટ રૂપ ૮–વિશિષ્ટ ઐશ્વર્ય જાતિ, કુળ, બળાદિ આઠ સારાં લેકપૂજ્ય મળે તે તે ઉચ્ચ” કહેવાય છે, અને તેને શુભ કહેવાય છે. તે “ઉચ્ચગોત્રકર્મના પ્રભાવે મળે છે. અને એનાથી વિપરીત જાતિ, કુળાદિ આઠ જે હલકા, વિપરીત મળે તે તે “નીચ” કહેવાય છે, અને તે “નીચગોત્ર” કર્મના કારણે મળે છે. “ઉચગોત્ર” કર્મની પ્રકૃતિ એ સારી-પુણ્ય પ્રકૃતિ છે. અને