________________ નિગદમાં જીવન પ્રકાર નિગેદમાંથી જીવ બહાર કેવી રીતે નીકળે છે? નિગોદમાં બે પ્રકારના જીવ છે, એક અવ્યવહાર રાશિના અને બીજા વ્યવહાર રાશિના. અવ્યવહાર રાશિવાળા જીવ નિગોદમાંથી જે હજુ સુધી બહાર નીકળ્યા નથી તે. નિગદના ગળામાંથી બહાર નીકળી સંસારમાં પરિભ્રમણ કરી જે પાછા ગાળામાં આવ્યા છે તે વ્યવહારરાશિવાળા જીવ. તમને નવાઈ લાગશે કે જીવ નિગોદમાંથી એક વાર નીકળ્યા પછી પાછો જાય! પરંતુ અવ્યવહારરાશિવાળા જીવને એક સગવડ છે કે જે સંસારમાંને કેઈ એક જીવ મેક્ષે જાય તે એને નિગદમાંથી બહાર નીકળવાની તક રહે છે. પરંતુ વ્યવહારરાશિ નિગેટવાળા જીવને આવી તક ફરીથી મળતી નથી. ત્યાં કેટલે કાળ રહેવું પડે તેને ખ્યાલ ન આવી શકે. પરંતુ જીવના નિગદમાં જ મૂળભૂત ત્રણ પ્રકાર છે. એ ત્રણમાં અભવ્ય, ભવ્ય અને જાતિ ભવ્ય સમાવેશ થાય છે, આ ભેદ મૂળમાં જ છે. જેમ એક જ છોડ પરના મગમાં એક કેરડું હોય અને બીજો સીઝે એ હેય. કેરડું ગમે તે કરે પણ સીઝે નહીં. આ ત્રણ પ્રકારમાં ભવ્ય ભાગ્યશાળી જીવ છે.