________________ કે પછી ભલે ને કદાચ 2 દિવસે પણ બાળવામાં આવે. કેઈ બાળે છે અને કઈ દાટે છે (દફનાવે છે). પરન્તુ દેહને છોડી દીધા પછી આત્માને દેહની ચિંતા નથી. જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ–આ ચક્ર તે ચાલ્યા જ કરે છે. જીવ પિતાના જન્મસ્થાન તરફ ચાલ્યો જાય છે. પરંતુ મૃત્યુ પછી જન્મ નથી પામ્યા તે વચ્ચેના સમયમાં જીવને ગતિ કરાવનાર, જન્મસ્થાન સુધી લઈ જનાર કર્મ તે આનુપૂર્વી નામકર્મ” કહેવાય છે. 2-3-4-5-6 સમય વધુમાં વધુ પિતાને ઉત્પત્તિસ્થાન તરફ જતાં લાગે છે. એક જ સમયમાં ઋજુગતિએ આત્મા મેક્ષ પામી જાય છે. ત્યાં કમ નથી હોતા. અંતર્ગતિમાં રહેલા અને જન્મરહિત આત્માને ઉત્પત્તિસ્થાન પ્રાપ્ત કરવા માટે “આનુપૂર્વી નામકર્મ કામે આવે છે. તે પણ ગતિ પ્રમાણે ચાર છે. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, નરકાનુપૂર્વી અને તિર્યચઆનુપૂર્વી નામકર્મ. તે તે ગતિમાં જવાવાળા જીવને તે તે અનુપૂર્વી નામકર્મ હેય. વિહાગતિ નામકમ–ત્રસ જીવમાં સર્વેને ચાલ હોય છે. ચાલનારાની ચાલ જોવાય છે. કેટલાકની ચાલ જોતાં જ મનેહર લાગે છે. સુંદર રમણીય હોય છે તેને શુભ ચાલ કહીએ છીએ. દા. ત. હંસ અને હાથી વગેરેની ચાલ તે શુભ ગણાય છે. અને અશુભ ચાલ જે જેવી પણ ન ગમે. દા. ત. ઊંટ, શિયાળ, ગધેડા વગેરેની ચાલ જેવી પણ ન ગમે તેવી હોય છે. આ દષ્ટિએ વિહાગતિ નામકર્મ શુભ-અશુભ એમ બે પ્રકારે હોય છે. ગજગામિની આદિ નામેથી સારી ચાલવાળાને ઉપમા આપવામાં આવે છે. એવા પ્રકારની શુભ-અશુભ ચાલ(ગતિ )નું નિયામક વિહાગતિ નામકર્મ હોય છે. જેવું કર્મ જીવે બાંધ્યું હોય તેવી (ગતિ) ચાલ પ્રાપ્ત થાય છે.