________________ 291 દરેક મૂતિ વ્યવસ્થિત માપ–આકારની બને છે. અને આ જ સંસ્થાનવાળા મેક્ષ મેળવે છે. 2. ન્યગ્રોધ સંસ્થાન–ન્યગ્રોધ એટલે વડલાનું વૃક્ષ. આ સંસ્થાનમાં નાભિની ઉપરના સર્વ અવયવે સપ્રમાણ સુંદર હોય પરંતુ નાભિથી નીચે ઓછા-વધારે હય, સપ્રમાણ ન હોય તેને ન્યગ્રોધ સંસ્થાન કહેવાય છે. 3. સાદિ સંસ્થાન–આ ન્યગ્રોધથી વિપરીત છે. નાભિથી નીચેનો ભાગ સપ્રમાણ સારે હોય પણ ઉપરને સાર સપ્રમાણ ન હોય તે. 4. વામન સંસ્થાન–જેમાં હૃદય તથા પેટ સારાં સુલક્ષણ હોય અને હાથ-પગ, શિર અને ડેક કુલક્ષણ અપ્રમાણ હોય તે વામન સંસ્થાન કહેવાય. 5. કુજ સંસ્થાન–વામનથી વિપરીત લક્ષણવાળો એટલે હૃદય અને પેટ અપ્રમાણ કુલક્ષણ તથા હાથ, પગ, શિર, ડેક વગેરે સારાં સપ્રમાણ સુલક્ષણ હેય તે કુજ સંસ્થાન. 6. હુંડક સંસ્થાન–શરીરના સર્વ અંગે લક્ષણપ્રમાણ રહિત હીનાધિક હોય તે “હુંડક” નામનું છેલ્લું સંસ્થાન કહેવાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં શરીરની પ્રમાણપત આકૃતિ-વિશેષની જે વિચારણા કરવામાં આવી છે તે તદનુરૂપ ઓછા-વધતા પ્રમાણ વાળા આકારવાળા શરીરો હોય છે. એટલે તે તે આકાર વિશેષ સંસ્થાન 6 પ્રકારે માનવામાં આવ્યાં છે. સર્વ દેવતાઓને પહેલું સમચતુરસ સંસ્થાન હોય છે. મનુષ્ય તથા પશુપક્ષીઓને અલગ-અલગ છએ સંસ્થાન હોય છે. શેષ સર્વેને હુંક સંસ્થાન હોય છે.