________________ 282 ઉપપાતજન્મ દેવેલેકમાં દેવતાને જન્મ ઉ૫પાતજન્મ છે. ફૂલેની શય્યામાં 16 વર્ષના રાજકુમારના જેવું એકાએક ઊભા થઈ જવું તે ઉપપાત જન્મ છે. જ્યારે કુભીમાંથી નારકી છ જન્મ ધારણ કરે છે. ત્યાં દેવ-નરકમાં મનુષ્યની જેમ સાડાનવ મહિને જન્મ નથી હોતે. ગજ જન્મ ઘેડા, ગધેડા, હાથી, ઊંટ, બળદ, બકરી, સાપ વગેરે છે તેમ જ મનુષેના જન્મ માતાના ઉદરથી ગર્ભથી થાય છે. માટે તેમને ગર્ભ જ = ગર્ભથી જન્મતા એમ કહેવાય છે. આ ગર્ભ– જન્મમાં ત્રણ પ્રકારે છે. જરાયુજ મનુષ્ય તથા ગાય-બળદ, બકરી, કૂતરા વગેરેના જન્મ જરાયુ જ હોય છે. જરાયુ એટલે ઉદરમાં ગર્ભની ચારે તરફ એક થેલી વિશેષ હોય છે. (વાન) જેમાં બાળક સુરક્ષિત લપટાયેલ હોય છે તે. અને તે રીતે જમે તેને જરાયુ જ જન્મ કહેવાય છે. પિતજ હાથી વગેરેના જન્મ પિતજ જન્મ કહેવાય છે. પિતવિશેષમાં હાથીનાં બચ્ચાં વગેરે રહેતાં હોય છે. તે વડે જન્મ તે પિતજ.