________________ 280 શું ગર્ભમાં હેય ત્યારે Abortion ગર્ભપાત થઈ શકે ? અને જમ્યા પછી હત્યા ન કરાય? જમ્યા પહેલાં ગર્ભમાં જ મારી નાખવામાં આવે તે તે હત્યા ન કહેવાય? તે ગેરકાનુની ન કહેવાય? તેમાં પાપ ન લાગે? અને ઉપરથી સરકાર ગર્ભપાતને કાયદેસર-કાનૂની બનાવે અને ગર્ભપાત કરાવનારને ઈનામ મળે, બધું જ મફતમાં થાય! અને–એ જ બાળક જમ્યા પછી જે મારવામાં આવે તે તે હત્યા-ખૂન ગણાય. તેમાં મહાપાપ લાગે છે. તે કાનૂની નથી, ગેરકાનૂની છે, તેને ખૂન ગણ સજા થાય. આ કે ન્યાય? શું આ ન્યાય છે? બાળક એને એ જ છે. જન્મ પહેલાં પણ એ જ છે. એ જીવ જ છે. અને જમ્યા પછી પણ એ જીવ જ છે. એને એ જ છે. છતાં પણ માનવે દષ્ટિ બદલી નાખી છે. અને પિતાની દૃષ્ટિ પ્રમાણે વર્તે છે. પરંતુ પાપ એ પાપ જ છે. ઝેર એ ઝેર જ છે. એને આંખ મીંચતાં અજાણતાં પીઓ કે જાણતાં પીએ, પીધા પછી ઝેર તે પિતાની અસર કરવાનું જ છે. આવી ભયંકર પંચેન્દ્રિયહત્યાનું મહાપાપ રખે માથે વહરતા! સરકારની અંધ-પ્રચારની માયાજાળમાં રખે ફસાતા ! તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમાસ્વાતિજી ભગવંત સામે બતાવ્યા પ્રમાણે જન્મનું વર્ગીકરણ કરે છે. તે તે શરીર ધારણ કરી વિવિધ પ્રકારે જન્મે છે. સમૂછિમ જન્મ– એકેન્દ્રિયાદિ જીવને જન્મ સમ્મર્હિમ જન્મ કહેવાય છે. તે તે પુદ્ગલ દ્રવ્યમાં જીવ તુરંત શરીર ધારણ કરી જન્મી જાય છે. જૂ વગેરે શરીર ઉપર જન્મે છે તે ઇત્યાદિ.