________________ ઉત્પત્તિસ્થાને યોગ્ય આહારનાં પુદ્ગલે ગ્રહણ કરવામાં આવે છે. ગ્રહણ કરેલી તે તે વર્ગણ પ્રમાણે જીવ શરીર બનાવે છે. જે ઔદારિક વર્ગણ ગ્રહણ કરી હોય તેમનુષ્ય કે તિર્યંચનું શરીર બનાવે છે, અને વૈક્રિય વર્ગણાનાં પુદ્ગલે ગ્રહણ કર્યા હેય તે દેવ કે નારકનું શરીર બને છે. આ શરીરની રચના વગેરે બનતાં જ ઇન્દ્રિયને વિચાર કરવામાં આવે છે. જાતિનામકમ પ્રમાણે જીવ જોઈતી ઇન્દ્રિય બનાવે છે. જેમ મકાન બનાવવાનું હોય તે પહેલાંથી જ બારી-બારણાં વગેરે નક્કી કરી તે પ્રમાણે બનાવીએ છીએ. એજ પ્રમાણે શરીરમાં પણ બારીબારણાં ઇન્દ્રિયાદિની જરૂર પડે છે, જ્યાંથી જોઈ, સાંભળી, સુંધી, ચાખી, સ્પર્શી શકાય. માટે જીવ તગ્ય ઇન્દ્રિયની રચના કરે છે, પછી શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે. અને જીવનની પ્રક્રિયા ચાલુ થાય છે. ત્યાર પછી ભાષા અને મન બનાવે છે. તીર્થકરોના શરીરની રચના यैः जान्तरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितत्रिभुवनैकललामभूत / तावन्त एव खलु तेप्यणवः पृथिव्याम् ; यत्ते समानमपरं म हि रूपमस्ति // –શ્રી માનતુંગસૂરિ મહારાજ ભક્તામરસ્તેત્રમાં જણાવે છે કે હે ત્રિલેકશિરોમણી ! આપે રાગદ્વેષ રહિત એવા શાન્તરસના ઉજવલ પુગલપરમાણુઓ વડે જે શરીરની રચના કરી છે, તે