________________ ર૭૧ જીવે જેવું ગતિનામકર્મ બાંધ્યું હોય તે પ્રમાણે તેને તે તે ગતિમાં જન્મ મળે છે. જીવ કઈ ગતિમાં જાય તે કંઈ ઉપરવાળાકે ઈશ્વર કે કઈને હાથમાં નથી હોતું. જીવ પિતે જ ગતિનામકર્મ બાંધે છે. દેવગતિ નામકર્મ બાંધ્યું હોય તે સ્વર્ગમાં જન્મ મળે, મનુષ્યગતિ નામકર્મ બાંધ્યું હોય તે મનુષ્યમાં જન્મ મળે. તિર્યંચ ગતિ નામ પ્રમાણે જીવ ઘડે, ગધેડે, હાથી, બકરી, માછલી વગેરે થાય છે. અને નરકગતિ નામકર્મ પ્રમાણે જીવને નરકગતિમાં જવું પડે છે. મરવા પહેલાં જીવ પિતાની ગતિ નક્કી કરે છે. તે તે ગતિનું નામકર્મ બાંધી જીવ પિતાની ગતિ નક્કી કરે છે. અને મર્યા પછી સીધા જીવ તે ગતિમાં જઈ જન્મ ધારણ કરે છે. ચાર ગતિમાં 2 સારી સગતિ છે અને 2 ખરાબ દુર્ગતિ છે. દેવગતિ અને મનુષ્યગતિની ગણના સદ્ગતિ (શુભ ગતિ) તરીકે થાય છે અને તિર્યંચ ને નરકગતિ દુર્ગતિ (અશુભગતિ) તરીકે ઓળખાય છે. પિતપતાનાં કર્માનુસાર જીવ તે તે ગતિમાં જાય છે અને ગતિસુલભ સુખ-દુ:ખ ભોગવે છે. મર્યા પછી બીજો જનમ તે તુરંત મળે છે. જે જીવ મર્યો કે તુરંત અન્યત્ર ઉત્પન્ન થાય છે. જે ગતિમાં ગયે હોય ત્યાં તે શરીર ધારણ કરી તુરંત ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા હજી તે મડદાને સ્નાન કરાવશું, વસ્ત્ર પહેરાવી શણગારશું, સગાંસંબંધીઓને બોલાવીશું. કદાચ એક-બે દિવસ મૃતકને રાખીશું. એટલે શું? જ્યાં સુધી મૃતકને રાખીએ ત્યાં સુધી જીવ બીજે ન જન્મે એમ?