________________ 245 નથી. છતી વસ્તુઓ પણ ભેગવી ન શકે, ખાઈ ન શકે તે ભેગાન્તરાયકર્મ કહેવાય. સેનાના ચાંદીના વાટકામાં દૂધપાક મળે છે પણ પીવા બેઠા ત્યાં તે અર્જન્ટ તાર આવે છે– “છોકરે અકસ્માતમાં મરી ગયા છે.” હવે ? દૂધપાક પીવાને કે પછી દેડીને અકસ્માત સ્થળે જવાના ? ભેગાન્તરાય કર્મના ઉદયે રેગી, વરવશ થાય. અન્ન ઉપર અરુચિ થાય, ભાવે જ નહીં, ગમે નહીં, સારું ધાન્ય, સારી વાનગી, રસંઈ ભાવે નહીં, ખવાય નહીં, પચે નહીં ..વગેરે અનેક હેતુઓ ઉદયે છે. સસરે ઘેબર ન ખાઈ શક– નગમ એક નારી ધૂતી; પણ ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછા વળિયે, જ્ઞાનદશા તવ જાગી ! ભૂલ્યા બાજી એક વ્યાપારી વણિકે વ્યાપારમાં એક સ્ત્રીને છેતરી અને તેમાંથી સારા બે પૈસા કમાયે. ઘરે જતાં તે પૈસાથી માર્ગમાં ઘી, સાકર, લેટ વગેરે લઈને આવ્યા. ઘરે આવી પત્નીને કહ્યું, “આજે તે સરસ ઘેબર બનાવજે. હું ન્હાવા જાઉં છું પછી આવીને જમવા બેસીશ..” સસરા ગયા ન્હાવા... ત્યાં તે જમાઈરાજ આવ્યા...જમવા બેઠા. અને સાસુએ ઘેબર પીરસ્યાં... જમાઈ તે ભાવતાં મળ્યાં એટલે બધાં ખાઈ ગયાં.. ન્હાઈને શેઠ પાછા વળ્યા...ત્યારે દરવાજે જ માર્ગમાં જમાઈ સામેથી આવતા સસરાને મળ્યા અને પછી શેઠ ઘરે આવ્યા...જમવા બેઠા. પત્નીએ શાક-દાળ-ભાત બધું પીરસ્યું. શેઠે કહ્યું, ઘેબર ?!" પત્નીએ કહ્યું, “તે તે જમાઈ ખાઈ ગયા. હવે શું થાય...? શેઠ માથે હાથ દઈને પસ્તાયા.. અરે! સ્ત્રીને છેતરીને પૈસા લાવ્યું. ઘેબર બનાવ્યા છતાં પણ ખાવા ન મળ્યાં... (નસીબમાં) કર્મમાં જ નથી .. ભેગાન્તરાય કર્મ... છેવટે જમાઈ જ ખાઈ ગયા... પછી જ્ઞાનદશા જાગી.