________________ 158 ગયા. “દિનચિંતિત રાત્રે કરે છે. (વિશ્વતિચસ્થળ થાદ્રિ) આ થીણુદ્ધી નિદ્રાની વ્યાખ્યા છે. આ પ્રમાણે નાના મુનિ રાત્રે ઊઠયા...નીકળ્યા બહાર. સામે જ હાથી હતા. મુનિએ એના દાંત ખેંચી કાઢ્યા અને એ વડે પ્રહાર કરવા માંડ્યા. થોડી ક્ષણમાં હાથીને મારી નાંખ્યું. “બળદેવનું બળ તે સમેરે”. આવા સમયે થીણુદ્ધીનિદ્રાવાલાએ બળદેવ જેટલી શક્તિ-બળ હોય છે. હાથી મરી ગયે. દાંત ત્યાં જ પડ્યા રહ્યા અને મુનિ તુરંત આવીને ભરનિદ્રામાં સૂઈ ગયા. સવારે બધા ઊડ્યા. પડિલેહણ વિધિ પતી ગઈ. વિહાર કર્યો. રસ્તામાં હાથીને મરેલે જે છે. અરે આવી રીતે હાથીને મારનાર કેણ છે? બંને દાંત ખેંચી નાંખ્યા છે? કોણ હશે? વાતે થવા માંડી પેલા નાના સાધુ પણ બોલવા માંડ્યા...અરે આ તે કેણે કર્યું. ડી વાર પછી બીજા બધા સાધુઓએ પ્રકાશમાં પેલા નાના સાધુના કપડા ઉપર લેહીના ડાઘ જોયા...અને એને પૂછ્યું “કેમ તમે હાથી માર્યો છે? નાના મુનિ બોલ્યા: “અરે! હોય! હું હાથી મારતે હઈશ. અવસરે મહાન જ્ઞાની ભગવંતને પૂછ્યું.. અને જ્ઞાની મહાત્માએ જણાવ્યું કે આને થીણુદ્ધિ નિદ્રાને ઉદય છે. અને આ કાર્ય એણે જ કર્યું છે. અને પછી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે હંસના વનમાં કાગડાને જેમ કાઢી મૂકાય તેમ તે નાના મુનિને ગચ્છામાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ નિદ્રાવાળે જીવ મરીને નરકમાં જાય છે. ચેસઠ પ્રકારી પૂજામાં દર્શનાવરણયકર્મની પૂજામાં શ્રી શુભવીર મહારાજ આ અધિકાર જણાવે છે કે આ નિદ્રા છ માસે ફરી આવે છે. દશનાવરણીયકમની પ્રકૃત્તિઓ દર્શનાવરણીયકર્મની નિદ્રાપંચકની પ્રકૃતિ તે ખરેખર મેહરાજાની દાસી છે. નિદ્રાની પાંચે પ્રકૃતિ સર્વઘાતી પ્રકૃતિ છે.