________________ 148 4 વર્તમાન શિક્ષણ પદ્ધતિ–મેકોલેએ આ દેશ ઉપર જે શિક્ષણ પદ્ધતિ લાદી છે. તે પદ્ધતિ કેટલા દેથી ભરેલી છે...તે દે જગજાહેર છે. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના અંધ અનુકરણ પાછળ ગાંડી થયેલી ભારતીય પ્રજાને એ જ ગમે છે. સહશિક્ષણ અને જાતીય શિક્ષણે વિદ્યાર્થી જીવનનું અધ:પતન કર્યું છે. ભારતદેશ આઝાદ તે થયે-આઝાદીને આજે ત્રીસ ત્રીસ વરસનાં વહાણું વીતી ગયા છતાં દેશ શિક્ષણ પદ્ધતિનું માળખું નથી સુધારી શકહ્યું. આશ્ચર્ય છે. અને આજે પણ આઝાદ દેશ બૌદ્ધિક રીતે બીજાને ગુલામ જ રહ્યો છે. આ મેકોલેની શિક્ષણ પદ્ધતિનું માળખું નથી તે સંસ્કારપ્રધાન કે નથી તે ધર્મપ્રધાન; માત્ર અર્થપ્રધાન જ રહ્યું છે. - એટલે જ સંસ્કૃત વગેરે ભાષાઓ હવે વિસર્જનના આરે બેઠી છે. માંડ જીવે છે. જ્યાં સંસ્કૃત જેવી ભાષા નષ્ટ થવા બેઠી છે તે સંસ્કૃતિ તે કેવી રીતે ટકશે ? સંસ્કૃતિ માટે પણ શિક્ષણની પૂરી આવશ્યકતા છે. પણ કેવું શિક્ષણ? વર્તમાન વિદ્યાથી આલમ ઉપર નજર નાંખીએ છીએ તે જીવનમાં નીતિ-નિયમ, માન-મર્યાદા, વિનય-વિવેક, સભ્યતાસૌમ્યતા વગેરે કંઈ દેખાતું જ નથી... શું આ છે શિક્ષણનું પરિણામ? એકલી આર્થિક ભૂખ ભાંગનારા આ શિક્ષણને પામેલા પણ લાખોની સંખ્યામાં બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે– સુશિક્ષિતેની બેકારી..? દેશ માટે મોટી સમસ્યા છે. सुहपडिबोहा निद्दा, निहानिहाय दुक्खपडिबोहा / पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ // .