________________ ૧૪ર દશનાવરણીય કર્મ દશનચતુષ્ક નિદ્રાપંચક 1. ચક્ષુદર્શન 1. નિદ્રા 2. અચક્ષુદર્શન 2. નિદ્રાનિદ્રા 3. અવધિદર્શન 3. પ્રચલા 4. કેવલદર્શન 4. પ્રચલપ્રચલા 5. થીણુદ્ધી જેમ ઘટાટોપ કાળા ભમ્મર વાદળાંઓ ખૂબ ઘેરાઈ ગયાં હોય ત્યારે સૂર્યને પ્રકાશ નીચે નથી આવી શકત-હોવા છતાં નીચે નથી દેખાતે. પરિણામ સ્વરૂપે આપણે અંધારું થઈ ગયું. ધોળા દિવસે પણ અંધારું”. આ વ્યવહાર કરીએ છીએ. બસ, દર્શનાવરણય કર્મના ઉદયે આવું જ બને છે. દર્શનશક્તિ આત્માની ગજબની હોવા છતાં પણ આભા જોઈ શકતું નથી. તેના ઉપર આવરણ જામી જાય છે. તે જ આવરણ દર્શનાવરણીય કર્મ નામે ઓળખાય છે. દર્શન ચતુષ્ક અને તેનાં 4 આવરણે 1. ચક્ષુદર્શન- ] 1. ચક્ષુદર્શનાવરણીય કર્મ 2, ચક્ષુદર્શન–| 2. અચક્ષુદર્શનાવરણીય કર્મ 3. અવધિદર્શન– ' 3. અવધિદર્શનાવરણીય કર્મ 4. કેવલદર્શન– 7 ક. કેવલદર્શનાવરણીય કર્મ 1, ચક્ષુદશન-ચક્ષુદશનાવરણ્ય કમ આંખ વડે પદાર્થોને સામાન્ય ધર્મને જ્યારે જોવાય છે તે ચક્ષુદર્શન કહેવાય છે. અને તેને રોકનાર કર્મ તે ચક્ષુદર્શનાવરણીય કર્મ.