SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ 151 પરિણામ સ્થિર કરવા. મનના પરિણામ સતત ધર્મમય બન્યા રહે, ને પાપમય ને મેહમય ન બને, એવા સ્થિર કરવા. જુએ, મન શુભમાં ધર્મમાં શાના આધારે સ્થિર થવાનું કહ્યું ? ઉચિત આચાર–વ્યવહારના આધારે; પણ નહિ કે ઉચિત આશયના આધારે. એ પછીથી “ભાવીએ શુદ્ધ નય–ભાવના” કહ્યું, અર્થાત્ નિશ્ચયનયની ભાવના કરવાની કહી; પણ ભાવના તે પૂર્વે વ્યવહાર આદર્યા વિના નહિ. હજી મનના ધર્મમય પરિણામ સ્થિર બન્યા નથી, એટલે તે એ પાપમય મેહમય ને કષાયમય થઈ જાય છે, ત્યાં નિશ્ચયનયની ભાવના કરે તો શું પરિણામ આવે ? મનના પરિણામને સ્થિર કરનારા ઊચિત આચાર-વ્યવહાર જીવનમાં ઉતાર્યા નથી, ત્યાં એ ઊચિત ધર્માચારો નહિ એટલે પાપાચારે અને મેહમાયાના આચાર ધૂમ પ્રમાણમાં ચાલુ છે - પછી ત્યાં મનના પરિણામ ધર્મ મય ક્યાંથી બને? એ તે પાપમય–મેહમય જ બન્યા રહેવાના. આ પરથી પણ એ જ સૂચવ્યું કે ભાવ શુદ્ધ કરવા માટે પણ ઉચિત વ્યવહાર યાને ધર્મના આચાર-અનુષ્યને જ મુખ્ય હેતુ છે, એટલે જ અહીં આચાર્ય મહારાજ આ કહી રહ્યા છે કે “જીવનમાં ધર્મપ્રવૃત્તિ ખૂબ ઝળકાવે. લજજાથી, ભયથી, ચડસાચડસી-નેહ...વગેરેથી ય ધર્મ સેવનારને પણ અમાપ ફળ મળે છે. પ્રારંભિક જીવને એ ધર્માચારને ધમનુષ્ઠાને
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy