SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવીની ભયંકર આગાહી [૪૭] પ્રમાણભૂત છે, બીજું કોઈ પુસ્તક નહિ. અને બીજે વધે એ છે કે પક્ષકાર પતે વાદી હોય કે પ્રતિવાદી, પણ બન્નેને ન્યાય તટસ્થ ન્યાયાધીશ પાસે કરાવવામાં આવે અને તેનો ફેંસલે બન્ને પક્ષ માન્ય રાખે છે તે વાતનો ઉકેલ આવે. પરંતુ બન્નેમાંથી દરેક પક્ષ પોતે જ ન્યાયાધીશ બની પોતે જ પોતાની તરફેણમાં ચૂકાદે આપે અને બીજા પક્ષને ખોટે જાહેર કરે તે તેમાં ન્યાય કયાં રહ્યો ? સાચા ખોટાની પરીક્ષા તટસ્થ ત્રીજા પક્ષ પાસે કરાવવી જરૂરની છે. આવી પરીક્ષા કોઈ પક્ષ કરાવતું નથી. આ સંજોગોમાં ઉત્તમ અને ડહાપણભરેલું એ છે કે (૧) કાં તો પક્ષકારોએ સાથે બેસી શાંતિથી સમાધાનનો માર્ગ કાઢવો અથવા તે (૨) દરેકને તેની માન્યતા પ્રમાણે વર્તવા દેવું. પણ સામસામે વાગૂબાણવડે વાયુદ્ધ ખેલવું તે કોઈને માટે ભા ભરેલું નથી. આથી કોઈ પણ પક્ષનો હેતુ સરતો નથી. ઊલટું સમાજમાં વિના– કારણે વિરોધ, વૈમનસ્ય, પક્ષાપક્ષી અને વિતંડાવાદ ઊભા થાય છે અને તે બધાના પરિણામ સમાજને અને સંધના દરેક અંગને ભોગવવા પડે છે. અન્ય સમાજ આપણું અને આપણા ધર્મની હાંસી કરે છે. સમય, શક્તિ અને ધનની બરબાદી થાય છે, લેકના ચિત્ત વિહવળ બને છે. ધર્મ અને ધર્મગુરુઓ પ્રત્યેની શ્રદ્ધા અને આદરમાન ઘટે છે; અને આશ્રિત વર્ગ તથા ઈતર સી આવી તકનો લાભ ઉઠાવે છે. - જે વાત આટલેથી જ અટકતી હોય અને આપણે અંદર–અંદરનો ઝઘડે, મતભેદ કે જવાળા જ્યાંની ત્યાં અને મર્યાદિત રહી શકતી હોત તો પણ આપણે સહન કરી લેત. પણ ભારતવર્ષની રાજ્યનીતિ બિનસાંપ્રદાયિક રાજ્યના બંધારણ પર નિર્માણ થઈ છે. કેન્દ્રીય અને સ્ટેટ સરકારને પંચવર્ષીય વિકાસ યોજના માટે પૈસાની જરૂર મોટા પ્રમાણમાં છે. પબ્લીક ટ્રસ્ટ એકટ અમલમાં આવી ચૂક્યો છે. સૌ કોઈ જાણે છે અને માને છે કે જેનોના દેરાસરમાં લાખો અને કરોડોની મિલકત જમા પડેલી છે જે વપરાતી નથી. નજીકના ભવિષ્યમાં કેપીટલ લેવી, ભરણવિરે કે વારસાવેરાના કાયદા અમલમાં આવે તો નવાઈ નથી. દેવદ્રવ્યની
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy