SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસ અને પ્રગતિ શેમાં ? જ [૩૯] જગતના અન્ય સમાજની સરખામણીમાં આપણું સ્થાન ઊંચે સ્થાપવું હોય, સ્થાપીને જાળવી રાખવું હોય અને ક્રમે ક્રમે ઊંચે જવું હેય તે એ ખાસ જરૂરનું છે કે ૧. રખડતા ભાઈબહેનને જાતમહેનતથી કામ કરવાની ટેવ પાડી ગમે તે પ્રકારનું કામ કરાવીને મદદ કરે. આળસુને ઉત્તેજન આપી વધુ આળસુ ન બનાવે. ૨. ધંધા અને હુન્નરઉદ્યોગની કેળવણીને જ ખાસ ઉત્તેજન આપે. આજે સારા શિક્ષકોની ઘણું જરૂર છે, પણ વધુ ડૉકટરની કે વકીલની જરૂર નથી. કોલેજમાં ભણાવવા કરતાં કળાભુવનમાં ભણનારાને પ્રથમ પસંદગી આપવી જોઈએ. ૩. જે જે સંસ્થાઓ યુનિવર્સિટી, બેંક, હોસ્પીટલ, ઉદ્યોગગૃહ કે કારખાના સ્થાપવા જરૂરના હોય તે સ્થાપ્યા પહેલાં તે તે સંસ્થામાં સેંકડોની સંખ્યામાં યુવક અને યુવતીઓને તાલીમ આપીને તૈયાર કરે. અનુભવી વિના પૈસાના જોરે સંસ્થાઓ ચાલતી નથી, આજે ભાડુતી માણસોથી ચાલતી હોસ્પીટલમાં લેકેની સાચી સેવા થાય છે એમ કઈ કહે ખરા? માટે પહેલાં કામ કરનારાઓ તૈયાર કરે અને પછી જ સંસ્થાઓ સ્થાપે. ૪. દાનની દિશા બદલે, પ્રાણદયા કરતાં માનવદયાની પ્રથમ જરૂરિયાત છે. અમુક નિશાળ કે કોલેજને વિદ્યાથી હવામાં ગૌરવ લેવાય છે, તેવી જ રીતે કેઈ પણ પાઠશાળાના વિદ્યાર્થી ગણાવું તેમાં પણ ગૌરવ અને બહુમાન સમજવું જોઈએ. આવા વિદ્યાથીઓ ઘેર અભ્યાસ કરે અને અવારનવાર પાઠશાળામાં આવતા રહે અને તેના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી ઊંચા નંબરે પાસ થાય તે તેઓની પ્રતિષ્ઠા કેટલી વધે ?
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy