SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતેલા સંઘને તથા સમાજને એક [૩૫] સત્તા અને વહિવટ પિતાના હસ્તક લઈને પોતાને જે ગ્ય લાગશે તે કરશે. તેવો પ્રસંગ ન આવે તે માટે અગાઉથી આપણે જ આપણે માર્ગ આપણે હાથે કાઢીએ તે આપણે માટે વધુ ડહાપણભરેલું ગણાશે. - સંકુચિતતાના સમય વહી ગયા છે. હવે તો રશીયા અને અમેરિકા જેવા પરસ્પર કટ્ટર વિરોધી દેશે, અને જીતેલા મિત્રરાજ્ય અને જર્મની અને જાપાન જેવા હારેલા દેશો, તથા કેરીઆ અને ચીન તથા વિશ્વ સંસ્થાના સરસેનાપતિઓ પણ સાથે બેસીને તહકુબી અને સંધીના કરાર કરે છે, અને મહાન ગુંચ અને મુંઝવણના અટપટા વિકટ પ્રશ્નોને ઉકેલ લાવે છે, અને ભૂતકાળના વેરઝેરને કે ઝનૂન ભૂલી જઈને સમયના વહેણને ઓળખી વર્ણન કરે છે, તે રીતે, આપણા ગુરુમહારાજે સરળસ્વભાવી બનીને, સાથે બેસી, તિથિચર્ચા, દેવદ્રવ્ય, સાધારણખાતું, ઘીની બોલી, તીર્થરક્ષા, સંઘબળ, સંગઠન, માનવરાહત, આર્થિક ઉત્કર્ષ, શરીરબળ, ધર્મરક્ષા અને જ્ઞાનપ્રચાર જેવા મહત્વના અને સમાજના અસ્તિત્વના આધારસ્તંભ જેવા પ્રશ્નોને ભેગા મળી હાથ ધરી કાયમને માટે તેને છેવટને નિર્ણય અને ઉકેલ લાવે એમ સમાજ આજે નમ્રભાવે તેઓ સૌને વિનંતિ કરે છે. જે આ તક તેઓ ગુમાવશે તે સમય એ આવશે કે શ્રાવક સમુદાય પોતે પોતાની રીતે જેમ ઠીક લાગશે તે રીતે નિર્ણય કરી લેશે અને તે પ્રમાણે અમલ કરશે. પછીથી કંઈ કોઈનું સાંભળશે નહિ અને પરિણામે ગુરુપ્રત્યેને વિવેક અને પૂજ્યભાવ ઓસરી જશે. અત્યારે પણ દરેક સ્થળે આ સ્થિતિ પ્રવર્તી રહી છે તે આપણે જોઈએ છીએ. તેને બદલે એક સરખા નિયમ અને ધારાધોરણ ચતુર્વિધ સંઘ ભેગા મળી નક્કી કરે તો તેને અમલ સર્વત્ર એક સરખો થશે અને કલેશ તથા કુસંપનાં ઘણાં કારણે નાબૂદ થશે. દેવદ્રવ્યની વ્યવસ્થા સમાજના સુકાનીઓ સમજુ બને તે આ દ્રવ્યની એ રીતે વ્યવસ્થા અને રોકાણ કરે કે અત્યારે તેના રેકાણથી જે વ્યાજ કે આવક ઉત્પન્ન
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy