SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪ ] અનુભવવાણી સત્તાની વાત છે. તે સૌ સાથે મળીને જે નિર્ણય કરે અને સકળ સધને જે આદેશ કરે તે પ્રમાણે સધા વવા કબૂલ થશે. * એટલે જૈનસમાજની દોરવણી, નાડ અને માર્ગદર્શન—બધું પૂજ્ય મુનિમહારાજોના હાથમાં છે. સમાજને સન્માર્ગે વાળવી કે ઉન્માર્ગે વાળવી તેની સંપૂર્ણ જવાબદારી સમસ્ત શ્રમણ સંસ્થાની છે. આ વાતનેા ઈન્કાર કાઈ પણ કરી શકે તેમ નથી. તે જવાબદારી તેઓએ સમજવી ધટે અને અદા કરવી ઘટે. એ અદા કરવા માટે જુદા જુદા આચાર્ય મહારાજોએ વ્યવહારના, માન્યતાના કે પ્રકૃતિના અંતરાયના આંતરા દૂર કરી સરળભાવે શાસન અને ધર્મની રક્ષા, ઉન્નતિ અને સંગઠ્ઠન માટે એકઠા થવું જોઈ એ, વિચારવિનિમય કરવા જોઈ એ અને સમય, સંજોગ, સાધન અને શક્તિના ખ્યાલ રાખી તે અનુસાર એકમતે કે વધુમતે નિર્ણય કરી તે મુજબ બધા સંધાને વવાના આદેશ આપવા જોઈએ. આ તેમનું પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે. તે કવ્ય બજાવવા તેઓ તૈયાર છે ? તૈયાર ન હોય તેા તૈયાર થશે? તૈયાર ન થાય તે। સકળસંધની સંસ્થા આગ્રહપૂર્વક વિનંતી કરીને તેને તૈયાર કરશે ? આ પ્રશ્નના ‘હા કે ના', ના પ્રત્યુત્તરમાં જ સમાજ અને ધર્મના અભ્યુય કે અવનતિ, સ ંગઠન કે છિન્નભિન્નતા, સંપ કે વેરઝેર, રક્ષણ કે ભક્ષણ અને જીવન કે મરણના આધાર રહે છે. આ પ્રકારે ભવિષ્યના ઉજ્જવળ કે અવેર ભાવીનુ ચિત્ર સમાજ, સમાજના સુકાનીઓ કે શ્રમણ સંસ્થા ખરેખર સમજી લે, તેના ઉપર ગંભીર વિચાર કરે, અને જવાબદારી સમજી તેને યાગ્ય ઊકેલ લાવે, તેા જ તેમાં ડાહ્યાનું ડહાપણ ગણાશે, જ્ઞાનીના જ્ઞાનની ગણના થશે અને સમજુ વર્ગોની સમજની કસીટી થશે. જો સંપીને, સાથે મળીમે અને સમયની બરબાદી કર્યા વિના સત્વર આપણે સૌ અકેક બાબતને નિય કરી તેને અમલ નહિ કરીએ તે એ બિલાડી અને વાંદરાની જેમ, અથવા વાર્યાં નહિ કરીએ તે છેવટે હારીને કરવુ પડશે, અને કાયદા તથા રાજ્યસત્તા હસ્તક્ષેપ કરીને બધી
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy