SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ માંદગીને ફફડાટ [ ૧૯૧ ] શરદી ન થાય તે માટે આટલા સામાન્ય નિયમે પાળવા જરૂરી છે. ૧ શરીરને કામથી કસાબેલ અને મજપુત બનાવવું. ૨ ભૂખ વિના કશું ખાવું નહિ અને ભૂખ લાગે ત્યારે પણ એછું ખાવુ. ૩ ઠંડાં પીણાં તદ્દન બંધ કરવાં. ૪ રાત્રે ફળફળાદિ કે ખટાશ ન ખાવાં. ૫ પ્રકૃતિને અનુકુળ ન હોય તેા ખાટી ચીજો, કઠોળ કે ગળપણુ ન ખાવાં. અથવા બહુજ અલ્પ ખાવાં. ૬ અજીણું કે અપચા થયા હોય ત્યારે ૨૪ કે ૩૬ કલાક સુધી અન્નજળને તદ્દન ત્યાગ કરવા. ૭ ડી કે ભેજવાળી હવા કે પવનથી શરીરનું બરાબર રક્ષણ કરવું. ૮ પુરતી ઊંધ અને આરામ લેવાં; અને ઉજાગરા ન કરવા. હું બંધિયાર હવાથી અને ઉડતા રજકણાથી શરદી તુજ થઇ આવે છે, માટે તેવા પ્રસંગે નાક પાસે કપડું આડું રાખીને તેમાંથી શ્વાસ લેવો. ૧૦ અને તેટલુ તડકામાં અને ખુલ્લી હવામાં એવી રીતે કરવું કે શરીરના દરેક અવયવમાં તે દાખલ થાય અને શરદીને હાંકી કાઢે. ૧૧ સૂર્યસ્નાન અને ઊંડા શ્વાસાચ્છ્વાસ એ શરદનો રામબાણુ કુદરતી ઇલાજ છે, ( ૯ ) માંદગીના ફફડાટ અને ખાટે સાષ મો ટાં શહેરામાં હવા ઉજાસ વિનાના અંધારી કાટડીઓના વસવાટ, અનેક પ્રકારની યાતનાઓવાળું જીવન, ધંધા કે નેકરીનુ અનેક જવાબદારીવાળુ કામકાજ, કુટુંબ કે બાળકાની સંભાળ લેવા માટે સમયના અભાવ, નાની મોટી ચાલુ માંદગી અને શારીરિક ફરિયાદોથી આવતા કંટાળા અને પડતા ત્રાસ અને સરળતાથી વવા માટે જોઇતી જરૂરી આવકની ખેંચ-આ બધુ શહેરી જીવન જીવતા નીચલા થરના અસખ્ય કુટુમાં અવારનવાર જોવા મળે છે. છતાં શહેરી જીવનને માહ અને આકર્ષણુ આછાં થઈ શકતાં નથી; કેમકે વણિકને માટે
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy