SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] અનુભવ-વાણ સુખાકારીના નિયમો જેઓ નથી જાણતા અને નથી પાળતા તેઓ જ માંદા પડે છે, હેરાન થાય છે અને પૈસાની બરબાદી કરે છે. શરીરને જોઈતી ગરમી આપવા માટે અને તેટલી ગરમી ટકાવી રાખવા માટે માણસે શક્તિ પ્રમાણે શ્રમ, કામ કે કસરત દરાજ નિયમિત અવશ્ય કરવા જોઈએ. કામ કરવાથી ગરમી ઉત્પન્ન થાય છે, ખાધું પાચન થઈ જાય છે, બધા અવયવો સશક્ત અને નિરોગી બને છે, લેહીનું ફરવું બરાબર રહે છે, શ્વાસે શ્વાસ પૂરતા ચાલે છે; મળ, આમ (અપકવ ખેરાક) અને બીજા કેરે શરીરમાંથી ઝાડા, પિસાબ, પરસેવા, લેમ (બળો) કે બી ન કોઈ રૂપે સહેલાઈથી બહાર નીકળી જાય છે, અને પરિણામે શરીર, બુદ્ધિ, મન અને લાગઓ–બધું સ્કુતિમય બને છે અને સ્વસ્થ રહે છે. જીભ અને મન એટલાં બધાં ચંચળ છે કે જીભને સ્વાદે ગમે છે અને મનને અનેક પ્રકારની થતી ઇચ્છાઓ તૃપ્ત કરવાની તાલાવેલી થાય છે. જેઓ જીભના અને ઈછાના ગુલામ બનીને તેને આધીન વર્તે છે તેઓ બિમારીને ભોગ હાલતા ચાલતા બને છે. આજની જીવનની રહેણીકરણી અને તે આપણે એવી બનાવી દીધી છે કે આપણામાંથી ભાગ્યે જ પાંચ ટકા સંખ્યા એવી નીકળે કે જે હિંમતથી એમ કહી શકે કે તેઓ તદ્દન તંદુરસ્ત અને નિરોગી છે; અને કદિ માંદા પડ્યા નથી અને માંદા પડશે પણ નહિ. બાકીના પંચાણું ટકા તે કાયમના માંદ એવા હોય છે કે જેઓને રોજની કંઈ ને કંઈ ફરિયાદ ચાલુ જ હોય. બેચેની, અજીર્ણ, કબજ્યાત, શરદી, સળેખમ, શ્વાસ, દમ, શૂળ, દુઃખાવો, વા, માથા કે છાતીને દુઃખા, સજા, હૃદય રોગ, અનિદ્રા, ઉધરસ અને એવા એક કે વધુ દરદની ફરિયાદ દરેક વરસે અવારનવાર અનેકને કરતાં સાંભળીએ છીએ. આ દરદ કુદરતે કર્યા નથી. આપણી પોતાની ભૂલોથી આપણે તેમને નોતરીને આપણું શરીરમાં રહેવાનું સ્થાન આપીએ છીએ. આપણે પોતે જ ભૂલે કરીએ છીએ એટલે તેની શિક્ષા પણ આપણે ભોગવવી રહી.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy