SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૮] : અનુભવ-વાણી પડે છે. શરાફેની હુંડીઓ ઉપર જેઓ નભતા હતા, તેઓને નવી ધીરધાર બંધ થઈ માલમાં એકાએક મંદી આવી અને ભાવ ઘટ્યા તથા ખપત ઓછી થઈ એટલે ઘણા વેપારીઓને વ્યવહાર અટકી પડયો અને મૂંઝવણ ઊભી થઈ, હુંડીને બદલે માલ ઉપર શરાફના કે બેંકના પૈસા લીધા હોત તો વેપાર મર્યાદામાં થતો હોત એટલે નુકશાની કરવી પડત પણ તેનાથી આબરૂને વાંધો ન આવત. તૈયાર માલની લેવડદેવડ અને વેપાર શક્તિ મુજબ મર્યાદામાં થાય છે, પણ જે જે બજારમાં વાયદાને વેપાર ચાલતું હોય છે અને જ્યાં માલની બદલી થાય છે અથવા ભાવની વધઘટ ચુકવાય છે ત્યાં ધંધાનું પ્રમાણ સચવાતું નથી, એટલે ગજા ઉપરાંતને વેપાર થઈ જાય છે અને અઠવાડીએ, પંદર દિવસે કે મહિને વલણના પૈસા ચુકવાય છે ત્યારે માલૂમ પડે છે કે શું નફે કે નુકશાન છે? આવા સેદાઓને જ ટે કહેવાય છે. સટોડીઆઓ ભલે તેને વેપાર કહે અને વેપારને અંગે વાયદાની ડીલીવરી જરૂરી માને પણ વેપારની સાચી અને સર્વમાન્ય વ્યાખ્યામાં વાયદાને સેદે ફરજીયાત માલની ડીલીવરીને અભાવ અને ઉપલા મહીનાની ડીલીવરીમાં આને સમાવેશ થતો નથી. - વગર મહેનતે ફક્ત બુદ્ધિ અને હીંમતના જોરે અથવા પૈસાના સાધને માલની સમજણ, અનુભવ કે જ્ઞાન વિના થોડા ટાઈમમાં પૈસા કમાવાની લાલચે માણસે સટ્ટા, જુગાર કે શરતની બદીમાં પડે છે, સટ્ટામાં સમાંથી પચાસ કમાય અને પચાસ ગુમાવે છે, અથવા ખરી રીતે થોડા માણસો કમાય છે અને ઝાઝા માણસો ગુમાવે છે. વેપારમાં બધા કમાય છે. ભલે ઓછું કમાય પણ ગુમાવવાનું બહુ ઓછાને જ હોય. બલકે કોઇને ન હોય. જેને વેપાર કરતા ન આવડે અથવા જે આવક કરતાં ખર્ચ વધુ રાખે તેજ દીવાળું કાઢે. વેપારી બજારમાં કઈક જ વખત કાઈક જ વેપારી પેઢી કાચી પડે છે, તે સહુને અનુભવ છે. આ બધી હકીકત જાણ્યા પછી અને અત્યારની મંદીને માર ખાધા પછી ડાહ્યા વેપારીઓએ બોધપાઠ શીખવાની જરૂર છે કે –
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy