SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૬ ] અનુભવ-વાણી અને ઘરાકી કયારે કેટલી અને કયા દેશાવરની નીકળે તેમ છે, તે બધાની ગણતરી કરીને વેપાર કરે છે. કેટલાક દેવાળીયા વેપારી ગમે તે ભાવે ગમે તે માલ ખરીદ કરીને ગમે તે ભાવે માલ વેચી નાંખે છે અને ધીમે ધીમે આંટ જમાવી મોટી રકમને માલ ઉધાર લાવીને તેના નાણું લઈને ભાગી જાય છે અને ગામને નવડાવે છે. કેટલાક ઓછી અક્કલના વેપારી માલને વકરે કરવાનું જ સમજે છે. પણ માલમાં ખર, ખરાજાત, વાવ, દલાલી, શાહી, કડદો, કસર, વ્યાજખાધા વિગેરે કેટલા ટકા ચઢી જાય છે તેને ખ્યાલ પણ તેને હોતો નથી. વરસ આખરે સરવૈયું કાઢે ત્યારે જ તેને સમજ પડે છે કે સરવાળે કમાયા કે ગુમાવ્યા ? કેટલાક લુચ્ચા અને દગાખોર વેપારીઓ દગાથી અને વિશ્વાસઘાતથી જ કમાય છે. કેટલાક વાંધાર વેપારીઓ બેટા વાંધા કરી કડદા કે માલધટના બહાના કાઢી તેવા પસાથી જ નફો મળતું હોય તે જ માલ ઉપાડ છે, અને નહી તો વાંધા ઊભા કરે છે. કોઈ તેલમા૫ની ચોરી કરે છે, કે જૂઠું બોલી, મોટા આંકડા બતાવી કે ખોટા સોગંદ ખાઈ ઘરાકને વિશ્વાસ ઉત્પન્ન કરી કમાણી કરે છે. કેટલાક નાણાંના જેરે માલ એક હાથે કરી કૃત્રિમ અછત ઉત્પન્ન કરી મેં-માંગ્યા દામે માલ વેચી કમાય છે કઈ ખુશામતથી, કેઈ બાતમીથી, કોઈ સરકારી જાહેરાતની ખાનગી રીતે અગાઉથી મેળવેલી ખબરથી, કે.જી લાંચરૂશ્વત આપી, કઈ કાળા બજાર કરી, કઈ દાણચોરી કરી, કોઈ જુદા જુદા પ્રદેશના ભાવતાલની ખબર મેળવી, માલની લેવેચ કરી, કઈ હલકા ઊંચા માલમાં ભેળસેળ કે દગો કરી–એવી અનેક રીતે વેપાર કરી ધન કમાયા છે. શ્રીમંત બન્યા છે અને સદ્ગહસ્થમાં ખપે છે. આવી આવી અનેક રીતે, યુકિતઓ અને તદબીરે જેને જે સૂઝી તે દરેકે અજમાવી અને તે રીતે વેપાર કર્યો. આ રીતે ધન કમાયા અને વેપાર ખેડયો. ! : કઈક જ વેપારી એવો હશે કે જે ઘરની મૂડીથી જ વેપાર કરતો હશે. ધંધામાં કસ અને કમાણું હેય, ભાલે ખપતા હોય અને ભાવ
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy