SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મથી સંબંધિત બની રહેલ આત્મા પરાધીન છે. તેની સ્વતંત્રતા કર્મઆણુએ છીનવી લીધેલી છે. કર્મઅણુઓના સામ્રાજયે જીવ ઉપર કટ્રલ જમાવ્યું છે. અનુકૂળતા સર્જક કેટલાંક કર્મઆણુઓથી સંસારી જીવને ક્યારેક કંઈક શાંતિ મળે છે, પરંતુ તે શાંતિ, શાશ્વત્ અર્થાત્ સદાકાળ સ્થાયી બની રહેવાવાળી હોતી નથી. વળી તેવી શાંતિપ્રાપ્તિના સમયે પ્રતિકૂળતા સર્જક કેટલાંક કર્મઅણુઓને વિપાક પણ જીવને વર્તતા હોય છે. એ રીતે કર્મ રજકણોથી સર્જિત શાંતિ-અશાંતિનું ચક્ર સંસારી જીવનમાં ચાલ્યા જ કરે છે. ધમધખતા ઉનાળાના પ્રચંડ તાપમાં રણમાં વિચરી રહેલ માનવીને ઘડીભર માટે ચેંગલું પાણી મળી જાય, અને તેનાથી જેવી શાંતિ તે અનુભવે તેવી નહિવત્ શાંતિ જીવને ક્યારેક અનુભવાય તેથી કંઈ તેનું દારિદ્ર ફીટી જતું નથી. આવી પરાધીનતાવાળી શાંતિ–સુખ તે કંઈ વાસ્તવિક શાંતિ કે સુખ ન કહેવાય. જે સુખશાંતિની પછવાડે દુઃખના ઢગ અડકાયેલા હોય તેવી સુખશાંતિ શું કામની? જ્ઞાની પુરૂષાએ તે ફરમાવ્યું છે કે શાશ્વત અને સત્યસુખશાંતિની પ્રાપ્તિ તે કર્મ રજકણેના સંબંધથી બિલકુલ રહિત બની જવાવાળા આત્માઓને જ હોઈ શકે છે. પોતાને જ આત્મા અનંત સુખને કરે છે. જ્યાં સુધી આત્મા કર્મ સંબંધથી પરાધીન છે, ત્યાં સુધીનું તેનું સુખ પણ પરાધીન છે. અધુરું છે, અશાશ્વત છે. પરાધીન અવસ્થામાંથી છૂટી આત્માની આઝાદી મેળવવા દ્વારા શાશ્વત અને સત્ય સુખની પ્રાપ્તિ માટે તો
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy