SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું જેનદર્શન કથિત આત્મવીર્ય સ્વરૂપ આત્માની શક્તિ—બળ—પરાક્રમ તે વીર્ય કહેવાય છે. વીર્ય એ જૈનપારિભાષિક શબ્દ છે. તેને અર્થ–વેગ, ઉત્સાહ અળ, પરાક્રમ, શક્તિ ઈત્યાદિ થાય છે. આ વીર્ય બે પ્રકારે કહેવાય. (૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય. આત્મામાં શક્તિરૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય અને તે લબ્ધિવીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે મન, વચન અને કાયારૂપ સાધન તે કરણવીર્ય છે. - કરણવીર્યમાં આત્મિવીર્યને વાહનરૂપથી વીર્ય શબ્દને ઉપચાર છે. આત્મજ્ઞાનરહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ તે કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. લબ્ધિવીર્ય પ્રગટ થવામાં કરણવીર્ય સંબંધ ધરાવે છે, માટે તે ઉપચાર રોગ્ય છે. વાસ્તવિક રૂપથી તે વીર્ય એ શરીરની નહિં, પણ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નહિં હતાં શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળા જે આત્મા શરીરમાં રહેલું છે, તેને ગુણ છે. વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત કે, શરીરની તાકાતને –બળને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy