SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પંચ પરમેષ્ટિ મહામંત્રનુ નિર'તર સ્મરણ કર ૭ પ્રમાદ રહિત ધર્મસાધનમાં તત્પર છતાં સ્વહિત પૂર્વક પરહિત સાધે છે. અહિંસા, સંયમ અને તપ લક્ષણ ચારિત્ર ધર્મમાં સદા સાવધાનપણે વર્તતા ભન્ય જીવાને સન્માર્ગ બતાવે છે. શુદ્ધ આત્મ ધર્મથી અલકૃત હોવાથી ઉક્ત પંચ પરમેષ્ઠી જગતમાં સારભૂત છે, જેમાં અરિહત અને સિદ્ધ શુદ્ધ દેવપદે, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુજને શુદ્ધ ગુરૂપદે તેમાં સારભૂત રહેલા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ શુદ્ધ ધર્મપદે વર્તે છે. એવા શુદ્ધ ધર્મ દરેક આત્મ વ્યક્તિમાં શક્તિરૂપે રહેલે છે. અને તેજ શક્તિરૂપે રહેલા શુદ્ધધર્મ પરમેષ્ઠી પુરૂષોની પેરે પરમ પુરૂષાર્થ ચેગે પ્રકટ થઈ શકે છે. પરમેષ્ઠી પુરૂષોને તે પ્રગટ થયેલ છે. આપણા પ્રત્યેક આત્મામાં શક્તિરૂપે રહેલા તે શુદ્ધ ધર્મને પ્રગટ કરવાની પવિત્ર બુદ્ધિ-નિષ્ઠાથી જો પૂર્વેક્ત પચ પરમેષ્ઠિ ભગવંતનું તન્મયપણે ભજન, સ્મરણ, રમણુ, પૂજન કરવામાં આવે તે આપણામાં શક્તિરૂપે રહેલે શુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ લક્ષણ ધર્મ અવશ્ય પ્રગટભાવને પામે એ વાત નિઃસશય છે. માટે આપણે શુદ્ધ દેવગુરૂ અને ધર્મ સબધી સદ્ગુરૂ સમીપે સારી સમજ મેળવી, તેનું મનન કરી, તેવા પવિત્ર લક્ષથીજ જગતમાં સારભૂત એવા પ`ચ પરમેષ્ઠી મહામંત્રનુ અહોનિશ રટણ કરવું યુક્ત છે. એમ પવિત્ર લક્ષ પૂર્વક પરમેષ્ઠી મહામ ́ત્રનુ અહેાનિશ રટણ કરતાં આપણે પણ અંતે ક્રીટ ભ્રમરીના ન્યાયથી પરમેષ્ઠીરૂપ થઇને અવિનાશીપદના અવશ્ય અધિકારી થઈ શકીશું.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy