SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સંસારસાયરને પાર પામવા પ્રયત્ન કર, ૫૯મિત્ર સમાન, સ્વજન વર્ગને પર્વ મિત્ર સમાન અને પરમ ઉપગારી ધર્મને જુહાર મિત્ર સમાન સમજ. જ્યારે યમરાજા કુપિત થાય છે, અને કેઈને અવસાન વખત આવે છે ત્યારે તે. ગભર બનીને પિતાના બચાવ માટે બહુ બહુ ફાંફાં મારે છે.. પરંતુ તે સર્વે નિષ્ફળ જાય છે. પ્રતિદીન યત્નપૂર્વક પાળી પિષીને પિઢે કરેલો દેહ તેને લગારે સહાય દેતો નથી, તેમજ વળી પ્રસંગે પિષવામાં આવતા સ્વજને પણ તેને મુખથી મીઠું બેલવા ઉપરાંત કંઈપણ વિશેષ સહાય કરી શકતા નથી. પરંતુ જુહાર મિત્રની જેમ અલ્પ પરિચિત છતાં ઉદાર આશયવાળો. ધર્મજ કેવળ પરમ ઉપકારી બંધુની પેરે પરમ સહાયભૂત થાય છે. એમ સમજીને શાણા માણસોએ દુષ્ટ દેહાદિકને મેહ તજીને એકાંત હિતકારી પરમ ગુણનિધાન સગતિદાતા ધમેનેજ આશ્રય કરે યુકત છે. તેની ઉપેક્ષા કરી દેહાદિક ઉપર મમતા રાખવી કેવળ અનુચિતજ છે. વિવેકી હંસે તે દેહ મમત્વને તજીને નિર્મળ ધર્મ રસાયણનું જ પાન કરે છે. ३० संसारसायरनो पार पामवा प्रयत्न कर. નર્ક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા સંબંધી ૮૪ લક્ષ છવાનીથી અતિ ગહન અને મહા ભયંકર ભવસાગરને તરી પાર પામવું અતિ અવશ્યનું છે. દુબુદ્ધિ, મત્સર અને દેહરૂપી તેફાનથી સંસારસાયમાં સ્વચ્છેદપણે પરિભ્રમણ કરનાર લોકોને ભારે સંકટ સહન કરવું પડે છે.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy